મર્જરવાળી બેંકોમાં મ્યુચ્યુઅલ ફંડોએ એકાએક રોકાણ વધાર્યુ
નવી દિલ્હી : સરકારે જાહેર ક્ષેત્રની બેંકોની મુડીને વધારવા અને તેમના ડુબેલા દેવામાં કમી લાવવા માટે હાલમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. આ બાબત હવે મ્યુચ્યુઅલ ફંડને પણ પસંદ પડી રહી છે. આ જ કારણ છે કે મ્ચુચ્યુઅલ ફંડ દ્વારા હાલમાં આ બેંકોમાં પોતાના રોકાણને વધારી દીધુ છે. હાલમાં મર્જ કરવામાં આવેલી બેંકોમાં મ્યુચ્યુઅલ ફંડ અથવા તો એમએફ દ્વારા રોકાણ વધારી દેવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાલમાં કહ્યુ છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સરકારી બેંકોના ડુબેલા દેવા ૮૯૧૮૯ કરોડ રૂપિયાનો આંકડો હવે ઘટીને ૮.૦૬ લાખ કરોડ સુધી નીચે પહોંચી ગયો છે. છેલ્લા ચાર નાણાંકીય વર્ષમાં બેંકોએ ૩.૫૯ લાખ કરોડ રૂપિયાની રિક્વરી કરી છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેનેરા બેંકમાં વધારે રોકાણ કરવામાં આવ્યુ છે
મ્યુચ્યુઅલ ફંડો દ્વારા સરકારી બંકોના શેરમાં સતત હિસ્સેદારી વધારી છે. શુક્રવારના દિવસે મર્જર કરવામાં આવ્યા બાદ ૧૦ સરકારી બેંકોમાં એમએફ ફંડની હિસ્સદારી છેલ્લા ૧૮ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. આ બેંકોમાં તેમનુ રોકાણ૭૬૬૪ કરોડના આંકડા સુધી પહોંચી ગયુ છે. જે જાન્યુઆરી ૨૦૧૮માં ૬૭૯૬ કરોડ રૂપિયાનુ હતુ. કેનેરા બેંકમાં એફએફનુ રોકાણ સૌથી વઘારે રહ્યુ છે.
આ બેંકમાં ફંડોએ ૪૩૯૧ કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ છે. જે આ દસ બેંકોમાં કુલ રોકાણના આશરે ૫૮ ટકાની આસપાસ છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે ચાર મોટી બેંકો બનાવવાની જાહેરાત કરવામાં આવ્યા આવ્યા બાદ શેર-સ્વેપ રેશિયો મોટી બેંકોની તરફેણમાં રહેનાર છે. શેરબજારમાં પણ એન્કર બેંકોના શેરની સ્થિતી અન્ય બેંકોની સ્થિતી કરતા વધારે સારી રહેશે. એન્કર બેંકનો અર્થ એવી બેંકો સાથે છે જેમાં બીજી બેંકને મર્જ કરવામાં આવનાર છે. અલબત્ત હજુ સુધી માત્ર જાહેરાત કરવામાં આવી છે. હજુ સુધી માત્ર એટલી જાહેરાત કરવામાં આવી છે કે કઇ બેંક કઇ બેંકમાં મર્જ થનાર છે.
તેમના બિઝનેસ કેટલા સુધી રહેનાર છે. હાલમાં જ સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ગયા શુક્રવારે વધુ મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૨૩મી ઓગસ્ટના દિવસે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વધુ જાહેરાતો કરવામાં આવી હતી.
સીતારામને ં જાહેર ક્ષેત્રની ૧૦ બેંકોને મર્જ કરીને ચાર મોટી બેંકો બનાવવાની જાહેરાત કરી હતી. પંજાબ નેશનલ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોર્મસ તથા યુનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાને મર્જ કરી દેવામાં આવશે જેનાથી દેશની બીજી સૌથી મોટી બેંક તૈયાર થઇ જશે જેનો કારોબાર ૧૭.૯૫ લાખ કરોડ રૂપિયાનો રહેશે. આવી જ રીતે કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકને મર્જ કરવામાં આવશે આનો કારોબાર ૧૫.૨૦ લાખ કરોડ રૂપિયાનો રહેશે. આવી જ રીતે યુનિયન બેંકમાં આંધ્રબેંક તથા કોર્પોરેશન બેંકને મર્જ કરી દેવામાં આવશે. ઈન્ડિયન બેંક , અલ્હાબાદ બેંકને મર્જ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર ભારતને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે કટિબદ્ધ છે.
આ તમામ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા ૨૭થીને ૧૨ થઇ જશે. ૯.૩ લાખ કરોડ રૂપિયાનો કારોબાર ધરાવનાર બેંક ઓફ ઈન્ડિયા તથા ૪.૬૮ લાખ કરોડ રૂપિયાનો કારોબાર ધરાવનાર સેન્ટ્રલ બેંક ઓફ ઇÂન્ડયા પહેલાની જેમ જ કામ કરશે. મર્જરના પગલાની જાહેરાત કરવામાં આવ્યા બાદ એમએફ દ્વારા વધારે રસ દાખવવામાં આવી રહ્યો છે. એન્કર બેંકો વધારે ખુશ છે.