Western Times News

Gujarati News

વેજલપુરમાં દુકાનમાં કપડાં બદલવા ગયેલી નવ વર્ષની બાળકી સાથે સેલ્સમેને અડપલા કર્યા

 

પોલીસે સેલ્સમેનની ધરપકડ કરી : હવસખોર સેલ્સમેન બીજા દરવાજેથી અંદર દાખલ થઈ બાળકીને પકડી લીધી

અમદાવાદ : એક સમયે મહીલાઓ માટે સુરક્ષીત ગણાતા અમદાવવાદ શહેરમાં ગત કેટલાક સમયથી યુવતીઓ તથા મહીલાઓ સાથે ખરાબ વર્તનની ફરીયાદો વારવાર વધી રહી છે કેટલાક હવાસખોર એકલી મહીલાઓનો ફાયદો ઉપાડીને તેમને સાથે ગેર વર્તણૂક કરતા હોય છે જેના પગલે ગભરાયેલી મહીલાઓ ક્યારેક ફરીયાદ કરવાનું પણ ટાળે છે

આ  સ્થિતિમાં કેટલાક હેવાનો નાના બાળકોને પણ પોતાની હવસના શિકાર બનાવવાનો પ્રયત્ન કરે છે છાશવારે સાથે આવતા આવા કિસ્સાઓ પગલે માતા પિતા પણ પોતાનાં નાના બાળકો માટે ચિતિત બન્યા છે ત્યારે વેજલપુરમા વધુ એક ફરીયાદ પોકસોની નોધાઈ છે જેમાં ચેજીગ રૂમમાં ગયેલી એક નવ વર્ષની બાળકી સાથે દુકાનમાં સેલ્સમેનને અડપલા કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે સોનલ સિનેમા રોડ જુહાપુરા ખાતે રહેતા એક મહીલા પોતાની નવ વર્ષની બાળકી સાથે ગઈકાલે સાંજે સાડા પાચ વાગ્યાના સુમારે વેજલપુરમાં આવેલા શ્રેયસ કોમ્પલેક્ષની પાશ્વનાથ સિલેકશન નામની દુકાનમાં નહી હતી

જ્યા તેમની નવ વર્ષીય પુત્રી ચેન્જીગ રૂમમાં જતા દુકાનનો ઉમેશ પ્રજાપતિ ૨૯ નામનો સેલ્સમેન ચેન્જીગ રૂમમાં બીજી દરવાજે અંદર દાખલ થયો હતો તથા બાળકીને બાથમાં પકડીને તેને ચુપ રહેવાનો ઈશારો કરતાં ડરી ગયેલી બાળકી કઈ બોલી શકી ન હતી

જેનો લાભ લઈ ઉમેશે તેની સાથે અડપલા કર્યા હતા બાદમાં બાળકી બહાર આવતા તેની માતાને સમગ્ર ઘટનાની વાત કરી હતી પોતાની પુત્રીસાથે બનેલી ઘટનાથી હેબતાઈ ગયેલી માતાએ દુકાનમાં હોબાળો કર્યો હતો જેના પગલે ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી બાદમા પોલીસને જાણ કરતા તમામને લઈને પોલીસ વેજલપુર પોલીસ સ્ટેશને આવી હતી. જ્યા માતાએ ઉમેશ પ્રજાપતિ વિરુદ્ધ નવ વર્ષીય બાળકીની છેડતી તથા શારીરિક અડપલા કરવાની ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.