સંક્રમણનું ભારણ અને વેક્સીનેશનની ગતિના આધાર પર વેક્સીનના ડોઝ ફાળવવામાં આવશે
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર નબળી પડવાની વચ્ચે વેક્સીનેશન માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર તરફથી રાજ્યોને વસ્તી, સંક્રમણનું ભારણ અને વેક્સીનેશનની ગતિના આધાર પર વેક્સીનના ડોઝ ફાળવવામાં આવશે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જાે વેસ્ટેજ વધુ હશે તો તેની અસર રાજ્યોની ફાળવણી પર પડી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણાના એક દિવસ બાદ સંશોધિત ગાઇડલાઇન્સ જાહેર કરી દેવામાં આવી છે. સોમવારે વડાપ્રધાને જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ૨૧ જૂનથી તમામ રાજ્યોમાં તમામ વયસ્કોને કોરોની વિરોધી રસ મફતમાં ઉપલબ્ધ કરાવશે.
વેક્સીનના બગાડને લઈને કેન્દ્ર અને કેટલાક રાજ્યોની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. મે મહિનામાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, ઝારખંડ (લગભગ ૩૭ ટકા), છત્તીસગઢ (૩૦ ટકા), તમિલનાડુ (૧૫.૫ ટકા), જમ્મુ અને કાશ્મીર (૧૦.૮ ટકા) અને મધ્ય પ્રદેશ (૧૦.૭ ટકા) કોરોના રસીના બગાડનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું
આ રાષ્ટ્રીય વેસ્ટેજના સરેરાશ ૬.૩ ટકાની તુલનામાં ઘણો વધારે વેસ્ટેજ છે.૧૮ વર્ષની ઉંમરથી વધુના નાગરિકોના સમૂહની અંદર, રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ રસીની આપૂર્તિમાં પોતાની પ્રાથમિકતા નક્કી કરી શકે છે. અનેક રાજ્ય ઉંમર સમૂહોની અંદર પ્રાયોરિટી નક્કી કરવાનો વિકલ્પ આપવાની માંગ કરી રહ્યા હતા.
ખાનગી હૉસ્પિટલો માટે રસીના ડોઝની કિંમત પ્રત્યેક વેક્સીન નિર્માતા દ્વારા જાહેર કરવામાં આવશે અને બાદમાં થનારા કોઈ પણ ફેરફાર પહેલા જ જાણકારી આપવામાં આવશે. ખાનગી હૉસ્પિટલ સર્વિસ ચાર્જના રૂપમાં પ્રતિ ડોઝ મહત્તમ ૧૫૦ રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકે છે. રાજ્ય સરકારો તેનું મોનિટરિંગ કરી શકે છે.
વેક્સીન નિર્માતાઓ દ્વારા ઉત્પાદન અને નવી વેક્સીનને પ્રોત્સાહિત કરવા માટે, સ્થાનિક વેક્સીન નિર્માતાઓને સીધી ખાનગી હૉસ્પિટલોને પણ વેક્સીન ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો