Western Times News

Gujarati News

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ‘એક્સિસ ક્વાન્ટ ફંડ’ લોંચ કર્યું

મુખ્ય ખાસિયતો: –

·         ઓપન એન્ડેડ ઇક્વિટી યોજના, જે ક્વોન્ટિટેટિવ મોડલને અનુસરે છે

·         વ્યવસ્થિત ક્વોન્ટિટેટિવ પ્રોસેસને આધારે પસંદ કરેલી ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત યોજનાઓમાં મુખ્યત્વે રોકાણ કરીને લાંબા ગાળે મૂડીનું સંવર્ધન કરવું

·         આ પ્રક્રિયામાં શ્રેષ્ઠ વિચારો પસંદ કરવા ફંડામેન્ટલ ફેક્ટર આધારિત અભિગમનો ઉપયોગ થશે, જેના આધારે ફંડ પોર્ટફોલિયો બનાવશે અને એના પર નજર રાખશે

·         લઘુતમ અરજી (એનએફઓ) રૂ. 5,000 અને પછી રૂ. 1/-ના ગુણાંકમાં થઈ શકશે

·         બેન્ચમાર્કઃ S&P BSE 200 TRI

·         એનએફઓની તારીખ: 11 જૂન, 2021થી 25 જૂન, 2021
મુંબઈ, કોર્પોરેટ ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અને કોર્પોરેટ ડિસ્ક્લોઝર્સમાં મોટો સુધારો થવાના પરિણામે રોકાણની દુનિયામાં ડેટાની ઉપલબ્ધમાં મોટું પરિવર્તન જોવા મળે છે.

આ એસેટ મેનેજર્સ માટે મોટી તક છે અને ફંડ મેનેજમેન્ટની પ્રક્રિયાને વધારે સારી બનાવવા માટે પરિવર્તનની ખાતરી આપે છે. આ નવી લહેરનો સફળતાપૂર્વક સ્વીકાર ક્વોન્ટિટેટિવ ટેકનિક દ્વારા થઈ શકે છે – આ આવશ્યક મોડલ્સ છે, જે આ ડેટાનું પ્રોસેસિંગ કરવામાં કુશળ છે અને રોકાણના વિચારો રજૂ કરવા એનો ઉપયોગ થાય છે. સ્પેશ્યલાઇઝ ફંડો ક્વાન્ટ ફંડ નામના આ અભિગમનો ઉપયોગ કરે છે.

તો ક્વાન્ટ ફંડ એટલે શું? પશ્ચિમમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી અભિગમ ક્વોન્ટિટેટિવ સ્ટ્રેટેજી એક વિકલ્પ છે અને બજારોમાં રોકાણ કરવાની પરંપરાગત રીતમાં પૂરક અભિગમ છે. એમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવા માટે ગાણિતિક મોડલ અને સિસ્ટેમેટિક અભિગમનો ઉપયોગ થાય છે.

આ પ્રક્રિયાની તાકાત મોટી સંખ્યામાં સ્ટોક્સનું વિશ્લેષણ કરવાની એની ક્ષમતામાં અને રોકાણની સારી તકોને ઓળકવા વિવિધ ડેટા પોઇન્ટનો સમન્વય કરવામાં આવે છે. આ મોડલ મેનેજરને જોખમ અને વળતરના ઉદ્દેશો વચ્ચે સંતુલન સ્થાપિત કરતા એક પોર્ટફોલિયો બનાવવાની સુવિધા પણ આપે છે. અમને અપેક્ષા છે કે, આપણા બજારો અને સિસ્ટમ પરિપક્વ થવાનું જાળવી રાખશે એટલે આ પ્રકારના ઉત્પાદનો વધારે મહત્વ ધારણ કરશે અને રોકાણકારોના પોર્ટફોલિયોમાં સારું એવું સ્થાન મેળવશે.

એક્સિસ ક્વાન્ટ ફંડઃ- ભારતમાં સૌથી વધુ ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીનું એક એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને તેમના લાંબા ગાળાના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં મદદરૂપ થવા અનુકૂળ અને ઇનોવેટિવ ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં હંમેશા મોખરે રહે છે.

આ સફરને આગળ વધારીને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેમની નવી ફંડ ઓફર – ‘એક્સિસ ક્વાન્ટ ફંડ’ની જાહેરાત કરી છે, જે રોકાણ કરવા માટે ફંડામેન્ટલથી સંચાલિત ક્વોન્ટિટેટિવ અભિગમને અનુસરે છે. પોતાના ઇન-હાઉસ મોડલ દ્વારા આ અભિગમનો ઉદ્દેશ રોકાણ કરવા સારી બોટમ-અપ સ્ટોક તકોને ઓળખવાનો તથા જોખમ અને વળતર એમ બંનેની સંભવિતતાની ગણતરી કરવાનો છે.

આ મોડલનો ઉદ્દેશ વૃદ્ધિની સારી સંભવિતતા સાથે ગુણવત્તાયુક્ત સ્ટોકનો પોર્ટફોલિયો વાજબી કિંમતે પસંદ કરવાનો છે. સ્ટોકની પસંદગી કરવા માટે આ અભિગમ જોખમનું શિસ્તબદ્ધ વ્યવસ્થાપન કરવાની સાથે પોર્ટફોલિયો બનાવવામાં મદદરૂપ થાય છે.

આ ફંડ પોતાના હાલનાં ફંડના પોર્ટફોલિયોનું ડાઇવર્સિફિકેશન કરવા નવા વિકલ્પો પર નજર દોડાવતા રોકાણકારો માટે અનુકૂળ છે અને એનો ઉદ્દેશ લાંબા ગાળા માટે રોકાણની ફાળવણી કરવાનો છે. આ ફંડ ઓફર વિશિષ્ટતા ઓફર કરે છે, જેમાં શિસ્તબદ્ધ વ્યવસ્થાપન સાથે ફંડામેન્ટલની ક્ષમતાનો સમન્વય થયો છે. એનો ઉદ્દેશ બજારના તમામ ચક્રમાં કામ કરવાની સંભવિતતા ધરાવતા ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોનું નિર્માણ કરવાનો છે.

ફંડાની વિશિષ્ટ ખાસિયતો:

·         એક ઇક્વિટી યોજના, જે ક્વોન્ટિટેટિવ અભિગમને આધારે પસંદ કરેલી ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત યોજનાઓમાં રોકાણ કરે છે

·         બજારના તમામ ચક્રમાં શ્રેષ્ઠ ફંડામેન્ટલ સ્ટાઇલને અનુસરે છેઃ ગુણવત્તા, વૃદ્ધિ અને મૂલ્યાંકન

·         કેટલાંક ફંડામેન્ટલ માપદંડોનો ઉપયોગ કરીને સ્ટોકનું મૂલ્યાંકન થાય છે તથા જોખમ અને અન્ય બાબતોનો વિચાર કરીને એને મહત્વ આપવામાં આવે છે

·         પોર્ટફોલિયોની નિયમિત સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું પુનઃસંતુલન થાય છે

એનએફઓના લોંચ પર એક્સિસ એએમસીના એમડી અને સીઇઓ શ્રી ચંદ્રેશ નિગમે કહ્યું હતું કે, “સક્રિય ઇક્વિટી રોકાણમાં સતત પરિવર્તન થાય છે અને બજાર વધારે કાર્યદક્ષ બની રહ્યાં છે. જ્યારે બજારમાં ન્યૂ ફંડ ઓફરો આવી રહી છે, ત્યારે અમારો સતત ઉદ્દેશ રોકાણકારોને એવું પ્રોડક્ટ બાસ્કેટ આપવાનો છે,

જે તેમની જરૂરિયાતો પૂર્ણ કરે અને તેમના પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઈ કરે, જે તેમને લાંબા ગાળાના જોડાણની સુવિધા આપશે. એક્સિસ ક્વાન્ટ ફંડનું લોંચિંગ રોકાણકારોને લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવા ડેટાના પાવરનો ઉપયોગ કરી શકે એવી પ્રોડક્ટ સતત ઓફર કરવાનો અમારો પ્રયાસ છે.”

તમારી રોકાણની સફર શરૂ કરવા તમે અમારી વેબસાઇટ www.axismf.comની મુલાકાત લઈ શકો છો અથવા મોબાઇલ એપ ‘એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ’(એન્ડ્રોઇડ/IOS) ડાઉનલોડ કરી શકો છો. વિગતવાર એસેટ ફાળવણી અને રોકાણની સ્ટ્રેટેજી માટે કૃપા કરીને સ્કીમ વિશે માહિતી આપતા ડોક્યુમેન્ટ જુઓ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.