ભિલોડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
(તસ્વીર ઃજીત ત્રિવેદી, ભિલોડા) ભિલોડા પોલીસે ભાણમેર ગામની સીમ વિસ્તારમાંથી નાકાબંધી દરમ્યાન બાતમીના આધારે વિદેશી દારૂનો રૂા.૧૯,૭૮૮/- નો જથ્થો ઝડપી લીધો હતો.આરોપી ઈસમો કાર બિનવારસી મુંકીને પલાયન થઈ ગયા હતા.પ્રોહિબીશન ઍક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ. એમ.જી.વસાવાએ જણાવ્યું હતું કે ખાનગી બાતમીના આધારે દેવીલાલ મોડજી કલાલ,ઝાંઝરી ઠેકાવાળાએ એક સફેદ કલરની મારૂતી અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આપેલ હોય વિદેશી દારૂનો જથ્થો ભિલોડા તરફ આવતો હોવાની બાતમી મળેલ તે દરમ્યાન પોલીસ સ્ટાફ સાથે ભાણમેર ગામના સીમ વિસ્તારમાં પોલીસ ધ્વારા નાકાબંધી કરાઈ હતી.
અલ્ટો કાર ચાલકે પોલીસને થોડેક દુરથી જાેઈ લેતા કાર બિનવારસી મુંકીને બે ઈસમો ખેતરો પાસેના બાવળો તરફ ભાગી ગયા હતા.પોલીસ સ્ટાફે ઈસમોને ઓળખેલ ભાણમેર ગામના અજય મહેશભાઈ કલાસવા,ઝાંઝરી ગામના દિપક અળખાભાઈ પાંડોર હોય તેઓને પોલીસે બુમો પાડવા છતાં ઉભા રહ્યા નહીં અને મારૂતી અલ્ટો કાર નંબર.જી.જે.૩૧.એ.૮૯૦૪ ચેકીંગ કરતા
ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ-૪,બિયર પેટી નંગ-૧ જે કુલ બોટલ નંગ-૬૦ કિં. રૂા.૧૯,૭૮૮/- અને મારૂતી અલ્ટો કારની કિં.રૂા.૧,પ૦,૦૦૦/- કુલ મુદ્દામાલની કિં. રૂા.૧,૬૯,૭૮૮/- નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ઍક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ફરાર ઈસમોને શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે.પોલીસે પ્રોહિબીશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.*