Western Times News

Gujarati News

પોલીસ સ્ટેશનની સેનિટાઈઝ ટનલનો ઉપયોગ લોકો તડકાથી બચવા માટે કરે છે

પ્રતિકાત્મક

સેનિટાઈઝ ટનલ મુદ્દામાલની જેમ પડી રહી છે ઃ કોરોનાની પહેલી લહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં ટનલ મુકાઈ હતી

અમદાવાદ, કોરોના વાઈરસની દહેશત વચ્ચે શહેરના તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાચમાં મૂકવામાં આવેલી ડીસઈન્ફેકશન ટનલ (સેનિટાઈઝ ટનલ) આજે મુદ્દામાલની જેમ પોલીસ સ્ટેશનમાં ધૂળ ખાઈ રહી છે. હાલ આ ટનલનો ઉપયોગ શરીરમાં રહેલા વાઈરસનો નાશ કરવા માટે નહીં, પરંતુ પોલીસ સ્ટેશનની મુલાકાત આવેલા લોકો તડકાથી બચવા માટે કરી રહ્યાં છે.

ટનલમાં ઉપયોગમાં આવતા સોડિયમ હાઈપોક્લોરાઈડ કેમિકલના કારણે શ્વાસ કે ચામડીના રોગો થતા હોવાના કારણે પોલીસ અધિકારીઓએ તેને તાત્કાલીક ધોરણે બંધ કરાવી દીધું હતું. કોરોનાની પહેલી લહેરમાં જંતુમુક્ત થવા સેનિટાઈઝેશન ટનલના ઉપયોગનું ચલણ વધ્યું હતું. જેમાં પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, સરકારી તેમજ પ્રાઈવેટ કચેરીઓ, કોર્ટ સહિતની જગ્યા પર લોકોએ સેનિટાઈઝ ટનલ મૂકી દીધી હતી.

સેનિટાઈઝ ટનલમાં સોડિયમ હાઈપોક્લોરાઈટ તથા આલ્કોહોલ તેમજ જંતુમુક્ત કરવા ઉપયોગી અન્ય કેમિકલને પાણી સાથે મિલાવીને તૈયાર કરાયેલા દ્રાવણનો છંટકાવ કરાઈ રહ્યો હતો. જાણકારોના મતે ટનલમાં કેમિકલ સીધુેં જ શરીરના સંપર્કમાં આવતું હતું, જેના કારણે શ્વાસ કે ચામડીના રોગો થવાની શક્યતા વધી ગઈ હતી. આ ટનલ મૂકવા પાછળનું કારણ એટલું જ હતું કે કર્મચારીઓ ડિસઈન્ફેક્ટ થગઈ શકે અને તેમને કોરોનાથી પ્રોટેક્શન મળીશ કે, જાે કે ટનલ મૂક્યાના જૂજ દિવસોમાં તેનો ઉપયોગ કરતા લોકોમાં શ્વાસ કે ચામડીના રોગોની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું.

એક વર્ષ પહેલાં સરકારી દફ્તરોમાં મૂકવામાં આવેલી ટનલ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે કેન્દ્ર સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી હતી કે વિવિધ સરકારી તેમજ ખાનગી ઓફિસો ઉપરાંત હોસ્પિટલમાં સેનિટાઈઝેશન ટનલના ઉપયોગનું ચલણ વધ્યું છે.

જાે કે આ સેનિટાઈઝેશન ટનલ સારી નથી તેમાં સોડિયમ હાઈપોક્લોરાઈટનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો છંટકાવ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તે કારણથી સરકારી અને ખાનગી જગ્યાઓ પણ રાખવામાં આવેલી સેનિટાઈઝ ટનલનો ઉપયોગ કરવો નહીં. શહરેના તમામ પોલીસ સ્ટેશનમાં તેમજ ક્રાઈમ બ્રાંચ, પોલીસ કમિશ્નર કચેરીમાં મૂકવામાં આવેલી સેનિટાઈઝ ટનલને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ટનલમાં વપરાતું હાઈપોક્લોરાઈટ કેમિકલ શરીર માટે નુકસાનકારક છે. તેનાથી ચામડીના રોગ તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેને બંધ કરાવી દેવામાં આવી હતી. ટનલ બંધ કરવાના આદેશ બાદ આજે મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં રહેલી ટનલ ધૂળ ખાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.