Western Times News

Gujarati News

અક્ષય-ટિ્‌વંકલના લગ્નમાં આમિર વીડિયોગ્રાફર બન્યો!

મુંબઈ: અક્ષય કુમાર અને ટિ્‌વંકલ ખન્નાના લગ્નને ૨૦ વર્ષ થઈ ગયા છે. આ સ્ટાર કપલે ૨૦૦૧માં એક ખાનગી સમારોહમાં લગ્ન કરી વૈવાહિક જીવનની શરૂઆત કરી હતી. હવે બે દાયકા બાદ આ પ્રાઇવેટ ઇવેન્ટની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે અને વાયરલ થઈ રહી છે. આ પહેલા કોફી વિથ કરણમાં અક્ષય પોતાના સફળ લગ્નના રાઝનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે અમે એકબીજા વિશે નવી વસ્તુ શોધતા રહીએ છીએ કારણ કે તે ખુબ અલગ છે. ટિ્‌વંકલની પ્રશંસા કરતા અક્ષયે કહ્યુ હતુ,

ટીના (ટિ્‌વંકલ) મારી સૌથી સારી મિત્ર હતી. મારી પત્ની સૌથી સારી મનુષ્ય છે જેને કોઈપણ વ્યક્તિ જગાવી શકે છે. જ્યારે હું પડુ તો મને પકડી લે છે. જ્યારે હું ઉડુ તો મને નીચે રાખે છે. જ્યારે હું ઉદાસ હોવ તો મને હસાવે છે. ટીના મારા માટે બધુ છે. રિપોર્ટ પ્રમાણે અક્ષય કુમાર અને ટિ્‌વંકલના લગ્ન મુંબઈમાં ડિઝાઇનર જાેડી અબૂ જાની અને સંદીપ ખોસલાના ઘરે થયા હતા. અક્ષય અને ટિ્‌વંકલના લગ્ન સમારોહમાં માત્ર ૫૦ લોકો હતા

તેમાં આમિર ખાન, ફિલ્મ નિર્માતા ધર્મેશ દર્શન સામેલ હતા. ટિ્‌વંકલ ખન્નાની બુક લોન્ચ પર આમિર ખાને અક્ષય અને તેના લગ્નની એક વાત સંભળાવી હતી. તેણે કહ્યું હતું, ટિ્‌વંકલ સતત મારો ખોટો ઉપયોગ કરતી રહી છે. પોતાના લગ્નમાં મને વીડિયોગ્રાફર બનાવ્યો. મને આવી શૂટિંગ શરૂ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ નવવિવાદિત અક્ષય કુમાર અને ટિ્‌વંકલ ખન્નાની પોતાના માતા-પિતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની સાથે લગ્ન સમારોહ દરમિયાનની એક દુર્લભ તસવીર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.