Western Times News

Gujarati News

ઓનલાઇન ક્લાસમાં 22 ટકા વિદ્યાર્થીઓ બેડ પર બેસીને અભ્યાસ કરે છે,

File Photo

14 ટકા ફ્લોર બેસીને અભ્યાસ કરે છેઃ અભ્યાસનું તારણ

બ્રાન્ડે અભ્યાસ માટે બાળકોની બેસવાની ખોટી મુદ્રા તેમના લાંબા ગાળાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે સમસ્યારૂપ બની શકે એ અંગે શિક્ષાવિદો અને હેલ્થકેર નિષ્ણાતો સાથે વેબિનારનું આયોજન કર્યું

ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે આજે જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ અને ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ તાજેતરમાં હાથ ધરેલા સર્વમાં બહાર આવ્યું છે કે, ઘરેથી અભ્યાસ કરતા બાળકો ખોટી મુદ્રાને કારણે લાંબા ગાળાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે.

ગોદરેજ ઇન્ટેરિયોના વર્કપ્લેસ એન્ડ અર્ગોનોમિક્સ રિસર્ચ સેલએ ‘ટેકિંગ કેર ઓફ ચિલ્ડ્રન એઝ ધે લર્ન ફ્રોમ હોમ’ નામનો અભ્યાસ હાથ ધર્યો હતો, જેમાં સમગ્ર ભારતમાંથી 3થી 15 વર્ષની વયજૂથનાં, શાળામાં અભ્યાસ કરતા અને હાલ ઘરે રહીને અભ્યાસ કરતા (હોમ-સ્કૂલિંગ) 350 બાળકોના અભિગમનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અભ્યાસમાં સામેલ થયેલા માતાપિતાઓએ જણાવ્યું હતું કે, તેમના બાળકો અત્યારે દરરોજ ઓછામાં ઓછા 4થી 6 કલાક ગેજેટ્સનો ઉપયોગ કરે છે, જે લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થયા અગાઉ તેમના ગેજેટ્સના ઉપયોગથી 2થી 3 કલાક વધારે છે.

લોકડાઉનને કારણે સ્ક્રીન ટાઇમમાં થયેલા વધારાથી બાળકોમાં શારીરિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. અભ્યાસમાં એવો ખુલાસો પણ થયો હતો કે, જ્યારે 52 ટકા બાળકો ઓનલાઇન વર્ગોમાં સામેલ થાય છે, ત્યારે 36 ટકા અઠવાડિયામાં 4 વાર ઓનલાઇન વર્ગોમાં સામેલ થાય છે, જેના પરિણામે 41 ટકા બાળકોએ આંખમાં તણાવની ફરિયાદ કરી હતી.

આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવા બાળકોને મદદ કરવા ગોદરેજ ઇન્ટેરિયોએ ‘હેલ્પિંગ ચિલ્ડ્રન એડેપ્ટ ટૂ લર્નિંગ ફ્રોમ હોમ’ નામના એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબિનારમાં બાળકોના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ વાતાવરણ ઊભું કરવા શ્રેષ્ઠ રીતો પર માતાપિતાઓ અને તેમના સારસંભાળ રાખતા લોકોને જાણકારી આપવામાં આવી હતી,

કારણ કે રાજ્ય સરકારોએ મહામારીના પ્રસારને નિયંત્રણમાં રાખવા માઇક્રો-લોકડાઉન લાદવાનું જાળવી રાખતા બાળકો ઘરેથી અભ્યાસ કરી રહ્યાં છે. વેબિનારમાં અભ્યાસ કરવા માટેની સુવિધાજનક અને અસરકારક જગ્યાઓ, બાળકોમાં સકારાત્મક અભિગમ કેળવતી વિવિધ પ્રવૃત્તિઓ અને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા શારીરિક પ્રવૃત્તિઓના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આજે આ સેશન 1700+ રજિસ્ટર્ડ સહભાગીઓની હાજરીમાં યોજાયું હતું. તેમાં અગ્રણી શિક્ષાવિદો અને હેલ્થકેર નિષ્ણાતોએ સહભાગી માતાપિતાઓને પડકારો ઝીલવા અસરકારક અને વિસ્તૃત સમાધાનો વિશે જાણકારી આપી હતી.

વેબિનારનું સંચાલન જાગરણ એજેયુકેશન ફાઉન્ડેશનના સીડીઓ લેફ્ટનન્ટ કર્નલ એ શેખરે કહ્યું હતું. વેબિનારની પેનલમાં પ્રસિદ્ધ લોકો સામેલ હતાં, જેમાં ડીપીએસ નાશિક, વારાણસી અને લાવા નાગપુરના ડાયરેક્ટર સિદ્ધાર્થ રાજગઢિયા, કોરોબોરીના સહ-સ્થાપક લિના આશર,

ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ ચાંદની ભગત, અગરકર સેન્ટર ઓફ એક્સલન્સના સ્થાપક ફાતેમા અગરકર અને ગોદરેજ ઇન્ટેરિયોમાં વર્કપ્લેસ એન્ડ અર્ગોનોમિક્સ રિસર્ચ સેલના પ્રિન્સિપલ અર્ગોનોમિસ્ટ ડો. રીના વાલેચાસામેલ હતા. એક કલાકના માહિતીપ્રદ વેબિનાર દરમિયાન પેનલમાં સામેલ નિષ્ણાતોએ હોમ-સ્કૂલિંગ અભિગમ, બાળકો માટે બેઠકની ઉચિત મુદ્રા, ફ્રી સ્પેસમાં અભ્યાસ કરવામાં રાખવી પડતી સાવચેતીઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી હતી

અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સેન્સરી બ્રેક તથા સારી-જૂની પેન્સિલ અને પેપરના ઉપયોગનાં મહત્વ વિશે પણ વાત કરી હતી તેમજ ઓનલાઇન લર્નિંગ આપણથી ધારણાથી વધારે સમય ચાલશે એટલે ફિઝિકલ-વર્ચ્યુઅલ હાઇબ્રિડ મોડલ પર ભાર મૂક્યો હતો. ડો. રીના વાલેચાએ એવી સરળ રીતો જણાવી હતી, જેનો ઉપયોગ કરીને માતાપિતાઓ અને બાળકોની સારસંભાળ રાખતા લોકો બાળકો માટે અભ્યાસનું ઉચિત વાતાવરણ સુનિશ્ચિત કરી શકે છે. વળી તેમણે ઘરે અભ્યાસ કરવા માટે બાળકોની ઉચિત મુદ્રાનું મહત્વ પણ જણાવ્યું હતું, કારણ કે ખોટી મુદ્રાથી લાંબા ગાળે બાળકોના સ્નાયુઓ અને હાડકા સાથે સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે.

ગોદરેજ ઇન્ટેરિયો હંમેશા જીવન, અભ્યાસ અને શોખ સંતોષવા વધારે જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પોતાના ઉપયોગી અને સુવિધાજનક ઉત્પાદનો અને સમાધાનો દ્વારા કંપનીને તેના ગ્રાહકોના જીવનમાં દરરોજ, દરેક જગ્યાએ ગુણવત્તા વધારવાની આશા છે. એનું વર્કપ્લેસ એન્ડ અર્ગોનોમિક્સ રિસર્ચ સેલ નિયમિતપણે અભ્યાસ હાથ ધરે છે, જે ઉપભોક્તાઓ માટે મહત્વપૂર્ણ છે, જેથી ગોદરેજ ઇન્ટેરિયો તેમની પાસેથી પ્રાપ્ત જાણકારી વહેંચી શકે છે

તથા ઉપયોગી અને સુવિધાજનક અભિગમને પ્રોત્સાહન આપી શકે છે. આ વેબિનાર અગ્રણી નિષ્ણાતો પાસેથી વિવિધ પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાની દિશામાં એક પગલું છે, જે માતાપિતાઓ અને બાળકોની સારસંભાળ રાખતા લોકોને તેમના બાળકો માટે અભ્યાસની સુવિધાજનક જગ્યાઓ ડિઝાઇન કરતા વાસ્તવિક જીવન માટે ઉપયોગી પુરવાર થશે.

ગોદરેજ ઇન્ટેરિયો વિવિધ ઉત્પાદનો અને સમાધાનો દ્વારા 30 વર્ષથી વધારે ગાળાથી શિક્ષણ ઉદ્યોગને ટેકો આપે છે અને 15,000થી વધારે શૈક્ષણિક સંસ્થાઓને સેવા આપે છે.

Note to the editor: Please refer to the annexure for quotes from our panellists and spokesperson.

Quotes Annexure

અગરકર સેન્ટર ઓફ એક્સલન્સ (એસીઇ)ના સ્થાપક ફાતેમા અગરકરે કહ્યું હતું કે,“વર્ચ્યુઅલ સ્કૂલથી તમામ અવરોધો હોવા છતાં ‘શિક્ષણ કે અભ્યાસ’ને જાળવી રાખવામાં મદદ મળી છે, મહત્વપૂર્ણ કૌશલ્ય વિકાસ સાધવામાં મદદ મળી છે. આ કૌશલ્ય શૈક્ષણિક લક્ષ્યાંકોથી અલગ છે. ઘણા પ્રગતિશીલ પરિવારો અને સ્કૂલો માટે વર્ષ ઘર ‘સ્કૂલ’માં પરિવર્તિત થઈ છે અને વિવિધ સ્કૂલે વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા ટેક પ્લેટફોર્મ અપનાવ્યું હતું.

એડજસ્ટમેન્ટ, ક્ષમતા નિર્માણ અને જીવનને વ્યવસ્થિત રાખતી ક્ષમતાઓ તથા આ નવા નીતિનિયમોએ જીવન પ્રત્યે નવો અભિગમ અપનાવવા અને જીવનને નવેસરથી ગોઠવવા સક્ષમ બનાવ્યાં છે. તેમાં સૌથી વધુ મહત્વ સંતુલનને આપવામાં આવ્યું હતું. આ પડકારો સામે ઝુકી જવાને બદલે એને વિકાસ માટેની તકો ગણીને અને કેટલીક પરંપરાગત માન્યતાઓને તોડીને શિક્ષણ જાળવી રાખવામાં આવ્યું છે.

મારું માનવું છે કે, સંતુલિત અભિગમ, સ્થિતિઓને અનુકૂળ થવાની ક્ષમતા અને ઉદાર વલણથી આ સમસ્યાનો સામનો કરતા પરિવારો અને વિવિધ સ્કૂલની સફરને પરિભાષિત કરી છે. ઉપરાંત ગોદરેજ ઇન્ટેરિયોના વ્હાઇટપેપર ‘ટેકિંગ કેર ઓફ ચિલ્ડ્રન એઝ ધે લર્ન ફ્રોમ હોમ’ જેવા સંસાધનો તમને વર્ચ્યુઅલ લર્નિંગે આપણે આપેલી તકો ઝડપવાની નવી રીતો પ્રદાન કરી શકે છે.”

કોરોબોરીના સહ-સ્થાપક લિના આશરે કહ્યું હતું કે,“જો આપણને આ સમયે કશું શીખવ્યું હોય, તો એ છે – દ્રઢ માનસિકતા, ચપળતા, સ્વીકાર્યક્ષમતા, સંવેદના, સ્વજાગૃતિ, સ્વશિસ્ત, એકાગ્રતા અને રચનાત્મકતા – જે ગણિત, અંગ્રેજી, ઇતિહાસ અને ભૂગોળથી વધારે મહત્વપૂર્ણ છે.  આપણે હંમેશા સ્થિતિસંજોગોનો વિચાર કરવાનો વિકલ્પ ધરાવીએ છીએ અને માતાપિતાઓ જે કરે છે એને જ બાળકો અનુસરે છે.

આપણી પાસે આપણા લાગણીજન્ય સ્વાસ્થ્ય અને સુખાકારી, અભ્યાસ અને પ્રોત્સાહનની ગુણવત્તામાં વધારા કે ઘટાડા તરીકે ટેકનોલોજીનો વિચાર કરવાનો વિકલ્પ હોય છે. આપણે એના પ્રત્યે જે અભિગમ અપનાવીએ છીએ, એ એના ઉપયોગમાં ફરક લાવશે અને આપણા બાળકોને એને અનુરૂપ પરિણામો મળશે. ગોદરેજ ઇન્ટેરિયોના વ્હાઇટપેપર ‘ટેકિંગ કેર ઓફ ચિલ્ડ્રન એઝ ધે લર્ન ફ્રોમ હોમ’ જેવા સંસાધનો આપણા બાળકો માટે ઉચિત પસંદગી કરવા માહિતી સાથે આપણને ઉપયોગી પુરવાર થાય છે.”

પ્રસિદ્ધ ચાઇલ્ડ સાઇકોલોજિસ્ટ ચાંદની ભગતે કહ્યું હતું કે,“તાજેતરની મહામારી બાળકો માટે અતિ પડકારજનક બની ગઈ છે. તેઓ સતત બીજા વર્ષ હોમ-સ્કૂલિંગમાંથી પસાર થતા હોવાથી તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેને તેઓ મુક્ત મન સાથે અભિવ્યકત્ કરી શકતા ન હોય એવું બની શકે છે. ગોદરેજ ઇન્ટેરિયોનું વ્હાઇટપેપર ‘ટેકિંગ કેર ઓફ ચિલ્ડ્રન એઝ ધે લર્ન ફ્રોમ હોમ’ હોમ-સ્કૂલિંગનો સુવિધાજનક અને સ્વાસ્થ્યપ્રદ અનુભવ વધારવાની જરૂરિયાત પર પ્રકાશ ફેંકે છે.”

આ વેબિનાર પર ગોદરેજ ઇન્ટેરિયોના માર્કેટિંગ (બી2બી)ના હેડ – એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ સમીર જોશીએ કહ્યું હતું કે,“મહામારીની ચિંતાજનક સ્થિતિને કારણે અત્યારે માતાપિતાઓ અને બાળકોને હોમ-સ્કૂલિંગની ફરજ પડી છે અને આ થોડો સમય ચાલશે એવી શક્યતા છે.

જોકે શિક્ષણનું આ નવું મોડલ સલામત હોવાની સાથે કેટલીક ચોક્કસ રીતે એટલું જ પડકારજનક પણ છે. માતાપિતાઓને અવારનવાર લાગે છે કે, તેમના બાળકો લેક્ચર્સ અને તેમના એસાઇન્મેન્ટ પૂરાં કરવા લેપટોપ કમ્પ્યુટર સ્ક્રીનને વળગી રહે છે. આ પ્રકારના અભ્યાસમાં ખોટી મુદ્રા સાથે માળખાગત સુવિધાનો અભાવ અને મર્યાદિત શારીરિક પ્રવૃત્તિઓ નાની વયે બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.

અમે અમારા વ્હાઇટપેપર ‘ટેકિંગ કેર ઓફ ચિલ્ડ્રન એઝ ધે લર્ન ફ્રોમ હોમ’ જેવા સંસાધનો માટે સર્વે કરેલા 53 ટકા બાળકો ઓનલાઇન વર્ગોને કારણે દિવસના અંતે થાકી જાય છે. અમને આશા છે કે, આ સંશોધિત સંસાધનોનો માતાપિતાઓ અને શિક્ષકો એકસરખો ઉપયોગ કરશે અને બાળકો માટે સારામાં સારું વાતાવરણ ઊભું કરવા માર્ગદર્શન મેળવશે. અભ્યાસના વાતાવરણ માટે આ નાનાં અને કરી શકાય એવા ફેરફારો છે, જેનો વ્હાઇટપેપરમાં વિગતવાર આપવામાં આવ્યાં છે, જે લાંબા ગાળે બાળકોને સ્વસ્થ અને આનંદિત રાખવામાં મદદરૂપ થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.