Western Times News

Gujarati News

કર્ણાટકમાં બીજું મોડલ ગામ જ્યાં 9,000થી વધુ રહેવાસીઓને હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે

HFCL કર્ણાટકમાં બીજું મોડલ PM-WANI વિલેજ સ્થાપિત કરશે

ટેલીકોમ ઇન્ફ્રા પ્રોજેક્ટ અને i2e1ના સહયોગથી હાથ ધરાયેલો પ્રોજેક્ટ બેઇડેબેટ્ટુમાં વાઇ-ફાઇ નેટવર્ક તૈયાર કરશે

અગ્રણી ભારતીય વાઇ-ફાઇ બ્રાન્ડ અને ટીઆઇપી ઓપન વાઇફાઇ સુસંગત સોલ્યુશન્સ પ્રોવાઇડર પૈકીના એક એચએફસીએલના આઇઓ તથા ટેલીકોમ ઇન્ફ્રા પ્રોજેક્ટ (ટીઆઇપી)ના સહયોગથી આજે કર્ણાટકમાં બાઇડેબેટ્ટુ ગામ માટે બીજી PM-WANI પાવર્ડ કનેક્ટિવિટીની સ્થાપનાની જાહેરાત કરવામાં આ છે.

આ PM-WANIનેટવર્ક ઉડુપી જિલ્લાના બ્રહ્મવર તાલુકાના નબળું જોડાણ ધરાવતા ગામડાઓના 9,000થી વધુ રહેવાસીઓને હાઇ સ્પીડ વાઇ-ફાઇ ઇન્ટરનેટ પ્રદાન કરશે. HFCL to set up 2nd model PM-WANI Village in Karnataka

આ પ્રોજેક્ટમાં સમગ્ર ગામની વસતીને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે મજબૂત આઉટડોર વાઇ-ફાઇ નેટવર્કની સ્થાપના સામેલ છે. આઉટડોર નેટવર્ક એચએફસીએલ આઇઓના ટીઆઇપી ઓપન વાઇફાઇ આધારિત એક્સેસ પોઇન્ટ્સ, પોઇન્ટ-ટુ-પોઇન્ટ રેડિયો, સોલર પાવર ઓવર ઇથરનેટ (પીઓઇ) ઉપકરણો તેમજ અન્ય નેટવર્ક ઉપકરણનો ઉપયોગ કરશે. વાઇ-ફાઇ નેટવર્ક પ્રમાણીકરણ અને નિયામક દેખરેખ i2e1 કોર સોલ્યુશન્સ દ્વારા સંચાલિત રહેશે કે જેઓ PM-WANI મોડલ હેઠળ પબ્લિક ડેટા ઓફિસ એગ્રીગેટર (પીડીઓએ) તરીકેની પણ કામગીરી નિભાવશે.

આ સ્થાપિત કરાયેલા સંકલિત પેકેજનો વિકાસ અને નિર્માણ ભારતમાં જ હાઇ પર્ફોર્મન્સ માટે કરવામાં આવ્યું છે, જે સંપૂર્ણ પણે સુરક્ષિત છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ગામમાં ભારે વરસાદ સહિત આકરી મોસમની પરિસ્થિતિનો સામનો કરવા અને સારું પ્રદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ નેટવર્ક 6 કિલોમીટરના વિસ્તારમાં ગામના તમામ સામાન્ય વિસ્તારોમાં 500 એમબીપીએસ સુધીની બેન્ડવિથ સાથે વાઇ-ફાઇ ઇન્ટરનેટ ઓફર કરશે. ઉચ્ચ વરસાદ ધરાવતા ઝોન સાથે અંતરિયાળ વિસ્તાર તેમજ આઇટી અને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે હાલમાં બાઇડેબેટ્ટુમાં કોઇપણ વિશ્વસનીય કનેક્ટિવિટી નથી. તેના પરિણામે પહેલાં ગ્રામજનોને ડિજિટલ કનેક્ટિવિટી માટે નજીકના ગામોમાં ઘણાં કિલોમીટરનું અંતર કાપીને જવું પડતું હતું. તાજેતરમાં કોવિડ-19 નિયંત્રણોએ આ પ્રવાસ ઉપર વધુ અસર કરી અને તેમના જીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યાં છે.

આ ગોઠવણ સાથે 9000ની વસતી ધરાવતું સમગ્ર ગામ બ્રોડબેન્ડ સુવિધા હેઠળ આવી જશે, જેનાથી આરોગ્ય, શિક્ષણ, બેંકિંગ, રિટેઇલ, મનોરંજન, સરકારની ડિજિટલ સેવાઓ વગેરે જેવી ડિજિટલ સેવાઓની એક્સેસ મળતાં તેમના જીવનમાં ગુણવત્તાયુક્ત સુધાર આવવાની અપેક્ષા છે.

ત્રણ મહિના પહેલાં હરિયાણામાં બાસ્લામ્બીના નાના અંતરિયાળ ગામમાં એચએફસીએલના પ્રથમ PM-WANI મોડલ ગામની સ્થાપના બાદ એચએફસીએલ આ મોડલનું અનુસરણ કરવા માગે છે તેમજ ફરી એકવાર તેણે ટીઆઇપીના મલ્ટી-વેન્ડર સુસંગત ઓપનવાઇફાઇ ક્ષમતાઓ દ્વારા સંચાલિત PM-WANI કોન્સેપ્ટની ક્ષમતા પ્રદર્શિત કરી છે. એચએફસીએલનું માનવું છે કે તેનાથી આ અંતરિયાળ ગામના લોકો માત્ર જોડાશે અને તેમને તમામ ડિજિટલ સેવાઓની ઓફરની સાથે-સાથે બીજા આઇએસપી અને સોલ્યુશન પ્રોવાઇડર્સને ગ્રામિણ કનેક્ટિવિટીના બે મુખ્ય પડકારો – વાજબીપણા અને સુલભતાનો ઉકેલ લાવવા માટે સહયોગ અને ઇનોવેટ કરવા માટે પ્રોત્સાહન મળશે.

એચએફસીએલના પ્રમોટર અને મેનેજિંગ ડાયરેક્ટર મહેન્દ્ર નહાટાએ કહ્યું હતું કે, એચએફસીએલ ખાતે અમે #InternetForAll ને એક સર્વવ્યાપી વાસ્તવિકતામાં તબદીલ કરવા માટે કટીબદ્ધ છીએ અને કનેક્ટિવિટી ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે અગ્રણી કોર સોલ્યુશન પ્રોવાઇડર્સ સાથે સફળતાપૂર્વક સહયોગ કર્યો છે. ઉત્તર ભારતમાં અમારા પ્રથમ PM-WANI મોડલ વિલેજની અપાર સફળતા કે જ્યાં અમે મજબૂત, સ્કેલેબલ, ઇન્ટરઓપરેબલ અને ટીઆઇપી ઓપન વાઇફાઇ બેઝ્ડ એક્સેસ પોઇન્ટ્સની સ્થાપના કરી છે, જેનાથી બ્રોડબેન્ડ એક્સેસ પ્રદાન કરી શકાય, ત્યારબાદ અમે દક્ષિણ ભારતના અંતરિયાળ ગામમાં આ મોડલનું અનુકરણ કરી રહ્યાં છીએ. આ પહેલ સાથે અમારું માનવું છે કે ગામના વિદ્યાર્થીઓને કનેક્ટેડ રહેવા માટે હવે પ્રવાસ કરવો પડશે નહીં તેમજ દરેક ગ્રામજન તેમના જીવનના દરેક ક્ષેત્રમાં કનેક્ટેડ રહીને અપાર સંભાવનાઓ પ્રાપ્ત કરી શકશે. આ PM-WANIસ્કીમમાં અમારો વિશ્વાસ પ્રદર્શિત કરે છે, જે દેશના અંતરિયાળ પ્રદેશોને જોડવામાં મહત્વપૂર્ણ છે.

ટીઆઇપીના ચીફ એન્જિનિયર ડેવિડ હુટ્ટોને કહ્યું હતું કે, ટીઆઇપી ઓપન વાઇફાઇ કમ્યુનિટિના સક્રિય હિસ્સેદાર તરીકે એચએફસીએલ હોવા અંગે અમને ખુશી છે. મલ્ટી-વેન્ડર વાઇ-ફાઇ આર્કિટેક્ચરને હકીકત બનાવવા બાબતે એચએફસીએલના ઉત્સાહ અને કટીબદ્ધતા જોઇ આનંદ અનુભવાય છે.

એચએફસીએલના બિલ્ટ ઇન ઇન્ડિયા અને PM-WANI સાથે ઓપન વાઇફાઇ સોલ્યુશન તેમજ ટીઆઇપી ઓપન વાઇફાઇની ગોઠવણ ડિજિટલ ખાઇને દૂર કરવાના પ્રયાસોમાં સફળતા પ્રદર્શિત કરે છે.

i2e1ના સંસ્થાપક અને સીઇઓ સત્યમ દરમોરાએ કહ્યું હતું કે, અમે વધુ એક PM-WANI તક માટે એચએફસીએલ સાથે જોડાતા ખુશી અનુભવીએ છીએ. તેમના ટીઆઇપી ઓપન વાઇફાઇ સુસંગત સોલ્યુશન્સનો ઉપયોગ કરીને એચએફસીએલના કનેક્ટ ધ અનકનેક્ટેડ પહેલનો હિસ્સો બનવો ગર્વની વાત છે.

આ પહેલ જોડાણ ન ધરાવતા લોકોને જોડવા માટે વિશ્વસ્તરીય મેક ઇન ઇન્ડિયા નેટવર્ક બનાવવા પ્રત્યે એચએફસીએલની પ્રતિબદ્ધતા સૂચવે છે. વધુમાં PM-WANI સ્કીમમાં તેમનો વિશ્વાસ દેશના દરેક નાગરિકોને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરવામાં મુખ્ય ચાલકબળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.