Western Times News

Gujarati News

કાયદાનો કડક અમલ છતાં પ૦ ટકા જ્વેલર્સે હોલમાર્ક રજિસ્ટ્રેશન નથી કરાવ્યું

પ્રતિકાત્મક

અમદાવાદ, ૧૬ જૂનથી સોના ચાંદીના દાગીનામાં હોલમાર્ક ફરજિયાતના નિયમનો તબક્કવાર અમલ શરૂ કરાયો છે. ત્યારે ગુજરાતમાં આકરે ૪ હજાર વેપારીઓ હોલમાર્ક ધરાવે છે. દેશમાં ૩૬,રર૧ જ્વેલર્સે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શહેરમાં એકંદરે નાના-મોટાં સહિત પ૦ ટકા ેવેપારીઓને હોલમાર્ક રજીસ્ટ્રેશન લીધું નથી.

ગઈ કાલથી કાયદાનું કડક અમલીકરણ શરૂ થયું છે. ત્યારે શાંતિથી રજીસ્ટ્રેશન કરાવીશું તેવું માનવાવાળા જ્વેલર્સના હવે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કચેરીના પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન વધવાં લાગ્યાં છે. હોલમાર્ક ફરજીયાત થવા અંગે ગોલ્ડ ડીલર્સ એસોસિએશનનાં સૂત્રો મુજબ હાલ તો સોના ચાંદીનો ધંધો જ ભાંગી ગયો છે, હવે દુકાનો ખુલી છે

ત્યારે પણ માત્ર ર૦ ટકા વેપાર છે. જેમાં શો રૂમ્સમાં તો ૯૦ ટકા પાસે હોલમાર્ક છે. પરંતુ, મોટી મુશ્કેલી એ છે કે લગ્નની સિઝનમાં પણ હવે ખરીદદારોની લાઈનો થતીનથી. જે માટે એક તરફ સોનાના ઉંચા ભાવ અને બીજી તરફ મંદીના કારણે લોકોામાં અનુભવાતી નાણાં ભીડ છે. હોલમાર્કથી ખાસ કરીને ઓછા ટચના સોનાના દાગીના વેચનાર વેપારીઓને મુશ્કેલી પડશે.

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ હોલમાર્ક નોંધણીમાટે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડની  વેબસાઈટ પર જઈને વેપારી રજીસ્ટ્રેશન કરાવી શકશે અને તેમાં કોઈ મુશ્કેલી નથી. ત્યાર બાદ બી.આઈ.એસ. સેન્ટર દ્વારા તેનાં વેરિફિકેશન વગેરેની કામગીરી હાથ ધરાશે.

સોનાના દાગીના-ઝવેરાતની ખરીદી કરતા ગ્રાહકોને શુધ્ધતાની હવે ગેરન્ટી મળવા લાગશે. દાગીના પર ફરજિયાત હોલ માર્કિંગનો કાયદો લાગે પડ્યો છે. સોના તથા દાગીનામાં ગોલમાલ રોકવા અને ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે કેન્દ્ર સરકારે હોલમાર્ક ફરજિયાત બનાવતો કાયદો ઘડ્યો છે.

એકથી વધુ વખત અમલમાં મુદત આપવામાં આવ્યા બાદ ૧૬ જૂનથી કાયદો અમલી થયોછે. હાલ માર્કિંગ પ્રક્રિયા પર વોચ રાખવામાં આવી રહી છે. તેથી હવે રર કેરેટ, ૧૮ કેરેટ તથા ૧૪ કેરેટના દાગીનાં હોલમાર્ક કરાયા વિના ન વચી શકાય. અત્યારના તબક્કે દેશમાં વેચાતી જ્વેલરીમાં માત્ર ૪૦ ટકા જ હોલમાર્ક વાળા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.