Western Times News

Gujarati News

નીતૂ કપૂરે સેટ પર શેર કરી રણબીરના બાળપણની વાતો

મુંબઈ: બોલિવૂડ એક્ટર રણબીર કપૂર સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતો, માટે તેના જીવનની ઘણી ઓછી વાતો ફેન્સને ખબર હોય છે. જાે કે તાજેતરમાં રણબીરના માતા નીતૂ કપૂર ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ૪માં મહેમાન તરીકે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં રણબીરની ઘણી વાતો શેર કરી હતી. નીતૂ કપૂરે જણાવ્યું કે બાળપણમાં રણબીર ઘણી ધમાલ-મસ્તી કરતો હતો. આટલું જ નહીં, તેણે એકવાર પ્રેન્ક કોલ કરીને ફાયર બ્રિગેડ બોલાવી લીધી હતી.

શૉ દરમિયાન એક કન્ટેસ્ટન્ટે નીતૂ કપૂરને પૂછ્યું કે, રણબીર કપૂર બાળપણમાં ધમાલ કરતો હતો. આના જવાબમાં નીતૂએ કહ્યું કે, હવે રણબીર બિલકુલ મસ્તી નથી કરતો, પરંતુ બાળપણમાં તે ઘણી ધમાલ મસ્તી કરતો હતો. જ્યારે તે ઘણો નાનો હતો ત્યારે એકવાર ન્યુ યોર્કમાં તેણે ફાયર બ્રિગેડ બોલાવી લીધી હતી. નીતૂએ જણાવ્યું કે, અમે જે બિલ્ડિંગમાં રોકાયા હતા ત્યાં રણબીરે ફાયર અલાર્મ જાેયું. તેને થયું કે હું આ દબાવીશ તો શું થશે? અને તેણે બટન દબાવી દીધું.

બિલ્ડિંગની નીચે એટલી બધી ફાયર બ્રિગેડ આવી ગઈ અને રણબીર ડરી ગયો. તે ડરીને દાદી પાસે જતો રહ્યો અને કહ્યું કે કોઈને કહેતા નહીં કે આ કામ મેં કર્યું છે. નીતૂએ શૉ દરમિયાન જણાવ્યું કે રણબીર તેમનાથી ઘણો ક્લોઝ છે અને તેમની ઘણી કાળજી કરે છે. રણબીરને પોતાની પહેલી સેલરી મળી તો નીતૂ કપૂરને લંચ પર લઈ ગયો હતો. ડિરેક્ટર અનુરાગ બાસુએ જણાવ્યું કે બરફી ફિલ્મના શૂટિંગ વખતે રણબીરને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યુ હતું. તેણે આ વાત શૂટ પર કોઈને નહોતી જણાવી પરંતુ ફોન કરીને પોતાની માતાને આ વાત ચોક્કસપણે જણાવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.