પેટ્રોલ-ડીઝલના ભાવમાં અત્યાર સુધીમાં ૮ રૂપિયાથી વધુ મોંઘા
નવીદિલ્હી: આંતરરાષ્રીઁ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા છે. સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોની વાત કરીએ તો આજે અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો.
સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણન ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી તરફ,પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ ભાવવધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૯૮.૫૨ રૂપિયા અને ડીઝલ ૮૮.૯૫ રૂપિયા પર પહોંચી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, અનેક રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. જેમાં જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, લેહ, બંસવાડા, ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગા, મુંબઈ, રત્નાગિરી અને ઔરંગાબાદ પણ સામેલ છે.
૪ મે બાદથી પેટ્રોલની કિંમતમાં સમયાંતરે તેજી જાેવા મળી રહી છે. છેલ્લા ૩૨ દિવસમાં જ પેટ્રોલ ૮.૧૪ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. તો ડીઝલ ૮.૧૧ રૂપિયા પ્રતિ લીટર વધી ગયું છે.ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાેઇએ તો દિલ્હી- પેટ્રોલ ૯૮.૪૬ રૂપિયા અને ડીઝલ ૮૮.૯૫ રૂપિયા પ્રતિ લીટર છે.,મુંબઈ- પેટ્રોલ ૧૦૪.૫૬ રૂપિયા અને ડીઝલ ૯૬.૪૮ રૂપિયા પ્રતિ લીટર છે.,ચેન્નઈ- પેટ્રોલ ૯૯.૫૫ રૂપિયા અને ડીઝલ ૯૩.૫૧ રૂપિયા પ્રતિ લીટર છે.,કોલકાતા- પેટ્રોલ ૯૮.૩૬ રૂપિયા અને ડીઝલ ૯૧.૮૦ રૂપિયા પ્રતિ લીટર છે.