Western Times News

Gujarati News

ડ્રોન હુમલાનાં જવાબમાં અમેરિકાએ સીરિયા-ઇરાક બોર્ડર પાસે એર સ્ટ્રાઇક કરી

નવીદિલ્હી: યુએસ લશ્કરી વિમાનોએ સીરિયા-ઇરાક સરહદ નજીકનાં વિસ્તારોમાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથોનાં વિસ્તારને નિશાન બનાવતા તેમના પર હુમલો કર્યો છે. પેન્ટાગોને જણાવ્યું કે, અમેરિકાનાં સૈનિકો અને ઇરાકમાં સુવિધાઓની વિરુદ્ધ ડ્રોન હુમલાનાં જવાબમાં અમેરિકાએ રવિવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓની વિરુદ્ધ હવાઈ હુમલો શરૂ કર્યો.

પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ બિડેનની સૂચનાથી, અમેરિકાની સૈન્ય દળોએ આજે ??વહેલી સવારે ઇરાક-સીરિયા સરહદ વિસ્તારમાં ઇરાન સમર્થિત લશ્કરી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા વિસ્તારો પર રક્ષણાત્મક ચોકસાઇ હવાઈ હુમલો કર્યો. આ ટાર્ગેટની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ વિસ્તારનો ઉપયોગ ઇરાન સમર્થિત લશ્કર દ્વારા કરવામાં આવે છે જે ઇરાકમાં યુએસ કર્મચારીઓ અને સુવિધાઓ વિરુદ્ધ માનવરહિત હવાઈ વાહન (યુએવી) નાં હુમલા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખાસ કરીને, યુનાઇટેડ સ્ટેટ્‌સ એ સીરિયામાં અને ઇરાકનાં બે સ્થળો પર લક્ષિત, ઓપરેશનલ અને હથિયાર સંગ્રહ સ્થળો પર હુમલા કર્યો હતો, જે બંને તે દેશોની સરહદની નજીક સ્થિત છે.”

એએફપીનાં જણાવ્યા મુજબ, બ્રિટન-બેસ્ટ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્‌સ વોર મોનિટરે જણાવ્યુ કે, હુમલામાં ઓછામાં ઓછા ઈરાન સમર્થિત ઇરાકી લશ્કરી લડવૈયા માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. સીરિયાની સરકારી ન્યૂઝ એજન્સી સનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં એક બાળકનું પણ મોત નીપજ્યું હતું. ફેબ્રુઆરીમાં, પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા વિસ્તારો પર અમેરિકાનાં હુમલામાં ૨૦ થી વધુ સેન્યનાં જવાનો માર્યા ગયા હોવાનું ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.