એક્ટિંગના બહાને વડોદરાના ડિરેક્ટરનું યુવતી સાથે દુષ્કર્મ
વડોદરા: આજની યુવા પેઢી ફિલ્મોની રંગીન દુનિયાના રવાડે ચઢે છે. આવામાં અનેક લોકો આ તકનો ફાયદો લઈને તેમને ફસાવે છે. વડોદરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સીરિયલમાં કામ અપાવવાના બહાને વડોદરાના ડાયરેક્ટરે દિલ્હીની યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. દિલ્હીની યુવતીને વડોદરાની હોટલમાં બોલાવી ડાયરેક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. દિલ્હીમાં નોંધાયેલી ફરિયાદ કુરિયર મારફતે વડોદરા આવી છે. જેમાં ડાયરેક્ટરે કાસ્ટિંગના બહાને યુવતીના અશ્લીલ ફોટા-વીડીયો પણ બનાવ્યા અને આ વીડિયોને વાયરલ કરવાની પણ ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનો યુવતીએ આરોપ મૂક્યો છે.
દિલ્હીની યુવતીએ ફરિયાદ કરી કે, ગત ૨૦૨૦ ના જાન્યુઆરી મહિનામાં ડાયરેક્ટર રાજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર મારો સંપર્ક કર્યો હતો. જેના બાદ મારો તેમની સાથે સંપર્ક થયો હતો. તેમણે મને વડોદરા આવવાની ઓફર કરી હતી. પોર્ટફોલિયો બનાવવા માટે મેં તેમની પાસે ૧૩ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. તેના બાદ તેમણે મને દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતી. જ્યા તેમણે મારી પાસેથી બીજા ૫૨ હજાર રૂપિયાની માગણી કરી હતી, તેમાંથી મેં રૂપિયા ૨૫૦૦૦ રાજ મિશ્રાને આપ્યા હતા.
તેમણે મને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં મેં જરૂરિયાત સમજીને તે પડાવ્યા હતા. બાદ તેમણે જબરજસ્તીથી મારા શરીર સાથે છેડછાડ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ તેઓ યુવતીને ધમકી આપી ત્યાંથી નીકળી ગયા હતા. યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી કે, દિલ્હી ગયા બાદ પણ રાજ મિશ્રાએ મારો પીછો છોડ્યો નહીં
અવારનવાર આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠીએ ફોન કરી મારી પાસે રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી અને જાે તે રકમ નહીં આપે તો તારા નગ્ન ફોટા વાઇરલ કરી દઈશું તેવી ધમકી આપતો હતો.
વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવતા દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. રજનીશ મિશ્રા મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે યુવતીઓના નામના કહ્વ એકાઉન્ટ બનાવી લોકોને ફસાવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે યુપીના રાજ ઉર્ફે રજનીશ મિશ્રાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા.