Western Times News

Gujarati News

ઓગસ્ટથી બૂલટ ટ્રેનના કોરિડોરનું કામ શરુ થશે

Files Photo

અમદાવાદ: ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ આખરે આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ વર્ષના ઓગસ્ટ સુધીમાં ટેન્ડર નક્કી કરવામાં આવશે.
એકવાર ટેન્ડર નક્કી થઈ જાય બાદમાં સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવશે.

અધિકારીઓએ કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેનું એલિવેટેડ કોરિડોર હાલના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૧ અને ૧૨ પર રહેશે. એલિવેટેડ કોરિડોરના નીચેના વિસ્તારનો ઉપયોગ રેલવે દ્વારા ટ્રેનની સર્વિસ માટે કરવામાં આવશે.

યુટિલિટી લાઈન્સને શિફ્ટ કરવાનું કામ પહેલાથી શરૂ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુટિલિટીને શિફ્ટ કરવાના ભાગરૂપે, અમદાવાદ રેલવે સ્ટેશન પર ડીઝલ પાઈપલાઈનને પણ હાઈ-સ્પીડ રેલવે સ્ટેશન માટે રસ્તો બનાવવા માટે સ્થળાંતર કરવામાં આવી છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે કાલુપુરની સાથે સાબરમતી પર પણ સ્ટેશનને લઈને કામ શરૂ કરવામાં આવશે અને ડિઝાઈનને પણ મંજૂરી મળી ગઈ છે. કાલુપુર સ્ટેશનમાં મેટ્રો (અંડરગ્રાઉન્ડ), રેલવે સ્ટેશન (ગ્રાઉન્ડ લેવલ) અને બુલેટ ટ્રેન (એલિવેટેડ)નું એકીકરણ હશે, જ્યારે સાબરમતી સ્ટેશનમાં રેલવે અને મેટ્રો એકસાથે હશે.

નવી બિલ્ડિંગ માટે માર્ગ બનાવવા માટે સરસપુર તરફના રેલવે સ્ટેશનની બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે, જ્યાંથી મુસાફરો રેલવે,  અને અમદાવાદ મેટ્રોની ટ્રેનમાં બેસી શકશે. હાલના સ્ટેશનની પૂર્વ તરફનું સ્ટેશન મુસાફરોને એક મોડથી બીજામાં ઝડપથી સ્વિચ કરવાની મંજૂરી આપશે. આ બિલ્ડિંગમાં એસ્કેલેટર અને એલિવેટર્સ તેમજ મુસાફરો માટે ઓફિસ, પેસેન્જર લોન્જ, ટી એન્ડ કોફી સ્ટોલ સહિતની અન્ય સુવિધાઓ હશે.

એનએચએસઆરસીએલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, એકીકૃત બિલ્ડિંગ હાલના પશ્ચિમ રેલવે ફુટ ઓવર બ્રિજને ભારતીય રેલવેના કોઈપણ પ્લેટફોર્મ પર મુસાફરોની સવલત માટે જાેડાણો આપશે. સ્ટેશનમાં હાલમાં ૧૨ પ્લેટફોર્મ છે.સે હાલમાં ૧૨ પ્લેટફોર્મ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.