આમિર ખાન-કિરણ રાવે લગ્નનાં 15 વર્ષ પછી સહમતીથી અલગ થવાની જાહેરાત કરી
બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણય પાછળનું કારણ જાણવા નથી મળ્યું, પરંતુ બંનેએ પરસ્પર સહમતીથી છૂટા થવાનો નિર્ણય કર્યો છે, એવું મીડિયા સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે ખરું.
આ 15 વર્ષ સુંદર રીતે સાથે પસાર કર્યા દરમિયાન અમે દરેક ખુશીની ક્ષણ જીવ્યા અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમ સાથે આગળ વધતો રહ્યો. હવે અમે અમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરીશું, જે પતિ-પત્નીનો નહીં હોય, પરંતુ કો-પેરેન્ટ અને એકબીજા માટે પરિવાર જેવો હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન નક્કી કર્યો હતો
હવે અમે આ અલગ થવાની આ વ્યવસ્થાને નક્કર સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમારા દીકરા આઝાદને અમે બહુ પ્રેમથી ઉછેર્યો છે. તેના માટે હવે અમે કો-પેરન્ટ્સ રહીશું અને તેનો ઉછેર સાથે જ કરીશું. અમે ફિલ્મો અને અમારા ‘પાની ફાઉન્ડેશન’ સિવાય એ દરેક પ્રોજેક્ટમાં સાથે કામ કરીશું, જેમાં અમને રસ છે. અમારા મિત્રો અને સંબંધીઓનો આભાર, જેમણે અમને આ સમયમાં સતત સહકાર આપ્યો. તેમના સમર્થન વગર અમે આ નિર્ણય ના લઈ શકત. અમે અમારા શુભચિંતકો પાસેથી આશા રાખીએ છીએ કે તેઓ અમારા આ ડિવોર્સને એક અંત નહીં, પરંતુ એક નવી શરૂઆત તરીકે સ્વીકારે.’