Western Times News

Gujarati News

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા રવિવારે અમદાવાદમાં બે ફાર્મા કંપનીઓની મુલાકાત લેશે

ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા  તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા કંપનીઓ – ઝાયડસ કેડીલા અને હેસ્ટર બાયોસાયન્સની મુલાકાત કરશે.

ગુજરાતની ઝાયડસ કેડીલા હેલ્થકેર કોરોનાની વેક્સીન ‘ઝાયકોવ-D’ બનાવી રહી છે કે જે વિશ્વની પ્રથમ DNA આધારિત વેક્સીન છે. અમદાવાદની જ હેસ્ટર બાયોસાયન્સ ફાર્મા કંપની ભારત બાયોટેક સાથે એમઓયુ કરીને ‘કોવેક્સીન’નું ઉત્પાદન કરી રહી છે.

કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખ માંડવિયાની આ બંને ફાર્મા કંપનીની મુલાકાત ભારતના ‘વેક્સીન બાસ્કેટ’ની વૈવિધ્યતા વધારવાની સાથે વેક્સીનનું ઉત્પાદન વધારવામાં સહાયરૂપ થશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના ‘ફ્રી વેક્સીન ફોર ઓલ’ના પરિપ્રેક્ષ્યમાં મનસુખ માંડવિયાની આવતીકાલની મુલાકાત મહત્વની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.