Western Times News

Gujarati News

કેન્દ્રીય કર્મચારીઓને રાહત, સરકારની DA સહિત છ જાહેરાત

નવી દિલ્હી, કેંદ્રીય કર્મચારીઓ અને કેંદ્ર સરકારના પેંશનર્સને રાહત આપવા માટે કેંદ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેનાથી દેશના લગભગ ૫૨ લાખ કેંદ્રીય કર્મચારીઓ અને લગભગ ૬૦ લાખ કેંદ્ર સરકારના પેંશનધારકોને ફાયદો થશે. આ જાહેરાતમાં સૌથી મોટી રાહત મોંઘવારી ભથ્થું એટલે કે, મોંઘવારી રાહત એટલે ડીઆરની હતી. આવો જાણીએ આ કઇ મોટી જાહેરાતો છે.

લાંબા સમયથી રાહ જાેયા બાદ લાખો કેંદ્રીય કર્મચારીઓ અને પેંશનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની પુનસ્થાપનાને સરકારની મંજૂરી મળી ગઇ છે. પરંતુ આ લાભ માટે કેંદ્રીય કર્મચારીઓ અને પેંશનર્સ ને બે મહિનાની રાહ જાેવી પડશે. એક વાત તો નક્કી છે કે કેંદ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં મોટો વધારો થશે.

કેંદ્ર સરકારે પોતાના નિવૃત કર્મચારીઓ માટે પણ ઘણી જાહેરાતો કરી છે. નિવૃત થયેલા કર્મચારીઓને હવે ૧૮૦ દિવસ સુધી પોતાના ટીએનું વિવરણ આપવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં આ સીમા ૬૦ દિવસની હતી. આ નવો નિયમ ૧૫ જૂનથી લાગૂ થયો છે.

કેંદ્ર સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ એટલે કે એચબીએને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જુલાઇ ૨૦૨૦માં કેંદ્ર સરકારે એચબીએના વ્યાજદરને ૭.૯ ટકા કરી દીધો હતો. આ દર ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લાગૂ રહેશે. જાે તમે પણ પોતાનું ઘર બનાવવા માંગો છો તો કેંદ્ર સરકારના કર્મચારી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લઇ શકે છે.

કેંદ્ર સરકારના પેંશનધારક કર્મચારીઓને હવે પેંશન સ્લિપ માટે બેંકોના ચક્કર લગાવવા નહી પડે. કેંદ્ર સરકારે પેંશન ઇશ્યૂ કરનાર બેંકોને નિર્દેશ આપ્યો છે કે તે પેંશનરોની પેંશન સ્લિપ તેમના ઇમેલ, વોટ્‌સએપ અને એસએમએસ દ્વારા મોકલી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.