ભાવનગરમાં મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે જમુનાકુંડની ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા
ભાવનગર, જમુનાકુંડ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ભાવનગરના ઘોઘરોડ પોલીસે જમુનાકુંડ વિસ્તારની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લીધા છે.
શહેરના શિશુવિહાર નજીક જમુનાકુંડ વિસ્તારમાં પ્લોટ નં.૨૬૦૮ માં રહેતા સાજીદભાઇ યુનુસભાઇ હમીદાણી ધાર્મિક કામ અર્થે બહારગામ ગયા, તે દરમ્યાન કોઈ ઈસમો તેના બંધ રહેણાંકના મકાનમાં પાછળના ભાગેથી ગ્રિલના સહારે ઉપર ચડી અગાસીનો દરવાજાે તોડી અંદર ઘૂસ્યા હતા. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી કરી નાસી છૂટયા હતા. બંધ મકાનમાં ચોરી થયા ની જાણ થતા એ.એસ.પી સફિન હસન સહિત મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રોજબરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરોને જાણે કે પોલીસ કે કાયદાની કોઈ બીક ના રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મકાન માલિક બહારગામ ગયા હોય તેવા મકાનોને તસ્કરો પોતાનું નિશાન બનાવી રહ્યા છે. શિશુવિહાર વિસ્તારના જમનાકુંડ નજીકના એક મકાન ને પણ તસ્કરોએ આ જ રીતે નિશાન બનાવી લાખોની ચોરી ને અંજામ આપ્યો હતો.
શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી થતા પોલીસે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી ચોરી કરતા શકમંદોની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી જેમાં શકમંદ પ્રભુદાસ અને અહેમદ અલ્તાફભાઇ સેતાની પૂછપરછ કરતા બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. જેમાં અન્ય ત્રણ ઇસમોના નામો ખુલ્યા હતા.
ચોરી ડિટેકટ કરવા માટે પોકેટકોપ ખુબ જ ઉપયોગી સાબિત થઇ હતી. પોકેટકોપ એપ દ્વારા વ્યકિત સર્ચ વિકલ્પથી એપ. ના સર્વરમાં રહેલ આરોપીઓના વિશાળ ડેટાબેઝ તથા વાહન સર્ચ વિકલ્પથી વાહનોને લગતી તમામ અગત્યની જાણકારી ગણતરીના મિનિટમાં મળી જવા પામી હતી. જેના કારણે ગુનો ઉકેલવામાં ઝડપથી સફળતા મળી.
ચોરીના ગુનાના કામે પોલીસે ભાવનગર શહેરમાં લગાવવામાં આવેલ નેત્રમ તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ પ્રોજેકટ મહત્વનો સાબિત થયો. મહત્વની જગ્યાએ તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર ઝ્રઝ્ર્ફ કેમેરાઓ તેમજ છદ્ગઁઇ કેમેરાઓની મદદથી ગુનેગારોએ ઉપયોગમાં લીધેલ રૂટ તેમજ જરૂરી મહત્વની માહિતી મળી હતી. તેમજ આ ગુનામાં ન્ઝ્રમ્ શાખા ના ટેકનીકલ સોર્સની મદદ પણ લેવામાં આવી હતી.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આઇ.સોલંકી તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ, ભરતભાઇ, વિશ્વદિપસિંહ, પોલિસ, કોન્સ. જયદિપસિંહ, દશરથસિંહ, ફારૂકભાઇ, હરપાલસિંહ, અનીલભાઇ સોલંકી, નિલેશભાઇ, જયદિપસિંહ, રાજેન્દ્રભાઇ, નરેન્દ્રસિંહ, અજયસિંહ ચંદ્રસિંહ, કેવલ સાંગા, રાજેશભાઇ, કિશોરભાઇ એ અલગ-અલગ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.