અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન ગુજરાતમાં દોસવાડાને સ્વસ્થ ગાંવ અભિયાન પ્રોગ્રામ હેઠળ લાવશે
હિંદુસ્તાન ઝિંકે ગુજરાતમાં વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું
– અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન ગુજરાતના આ જિલ્લાને સ્વસ્થ ગાંવ અભિયાન પ્રોગ્રામ હેઠળ લાવશે
– વેદાન્તા સમૂહનો બાળકો અને મહિલાઓના વિકાસ માટેનો ફ્લેગશીપ પ્રોજેક્ટ જિલ્લાના ગામડાઓમાં લાવવામાં આવશે
સુરત, વેદાન્તા સમૂહના હિસ્સા તરીકે હિંદુસ્તાન ઝિંક ગુજરાતમાં રોકાણ જાળવી રાખશે તેમજ રાજ્યમાં ઉન્નત સામાજિક અસર પેદા કરવા માટે સરકાર સાથે મળીને સમુદાય માટે કામ કરવાની પોતાની કટીબદ્ધતાનું પુનરાવર્તન કરશે.
ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ્ટબી)ના મેનેજિંગ ડાયરેક્ટર નીલમ રાનીએ કહ્યું હતું કે, તાપી જિલ્લાના દોસવાડા ખાતે જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યમાં વિશેષ કરીને મહામારી બાદ રોજગાર સર્જન, રોજગાર લાવવો અને આર્થિક વિકાસને મજબૂત કરવો સમયની જરૂર છે. અમે ઉદ્યોગોની વૃદ્ધિ માટે અનુકૂળ માહોલ પેદા કરવા માટે કટીબદ્ધ છીએ અને વ્યવસાયની સરળતા સુનિશ્ચિત કરવા માટે સહયોગ પ્રદાન કરીશું. એક જવાબદાર સરકારી સંસ્થા તરીકે અમારા સમુદાયોના કલ્યાણ અને પર્યાવરણ ઉપર ધ્યાન હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે તથા અમે સર્વોચ્ચ ધોરણોનું પાલન થાય તે સુનિશ્ચિત કરીશું.
હિંદુસ્તાન ઝિંકનું માનવું છે કે અદ્યતન પ્લાનટ દોસવાડા અને ગુજરાત રાજ્યના લોકો માટે ટેક્નોલોજી અને આર્થિક પ્રગતિ લાવી શકે છે. અમે પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર પ્લાન્ટની ડિઝાઇન અને નિર્માણ માટે કટીબદ્ધ છીએ, જેના ઉપર ગુજરાતના લોકો ગર્વ કરશે. અમારી સાતત્યપૂર્ણ પહેલો બેન્ચમાર્ક છે અને તેની વૈશ્વિક સ્તરે સ્વિકૃતિ થઇ છે તથા અમે પ્રોજેક્ટ માટે અમારા મહાત્વાકાંક્ષી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) 2025 અને પારદર્શક એનવાયર્નમેન્ટ ડિસ્ક્લોઝર સાથે સમાન ઉચ્ચ ધોરણો સામેલ કરીશું.
દોસવાડામાં ઘટેલી ઘટના અંગે હિંદુસ્તાન ઝિંકના સીઇઓ અરૂણ મિસરાએ સમુદાયને ખાતરી આપી હતી કે આજીવિકા, આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે દરેક પગલું ભરવામાં આવશે તથા કંપની સમુદાયો સાથે મળીને કામ કરશે, જેથી તેમના વિકાસ અને સમૃદ્ધિને સહયોગ કરી શકાય. અમે અમારા તમામ હિસ્સેદારો સાથે ચર્ચા માટે કટીબદ્ધ છીએ.
અમારા માર્ગદર્શક સિદ્ધાંત મૂજબ અમે જે કંઇપણ કરીએ છીએ તેમાં આપણા પર્યાવરણ અને આપણા સમુદાયોની કાળજી રાખીએ છીએ તેમજ આ બંન્નેને વિશેષ પ્રાથમિકતા આપવાનું જાળવી રાખીશું. અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન ગુજરાતમાં દોસવાડાને સ્વસ્થ ગાંવ અભિયન પ્રોગ્રામ હેઠળ લાવશે અને સમુદાયના ઘર આંગણે સ્વાસ્થ્ય સેવા પહોંચાડશે.
આ પ્રોગ્રામ એક વિશેષ પ્રભાવ પહેલ છે, જેમાં દેશના 1000 ગામડાઓને આવરી લેતાં ગ્રામિણ પરિપ્રેક્ષ્યમાં એન્ડ-ટુ-એન્ડ હેલ્થકેર સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે રૂ. 5000 કરોડની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત બાળકો અને મહિલાઓના વિકાસ માટે સમૂહનો ફ્લેગશીપ પ્રોજેક્ટ નંદઘર પણ જિલ્લાના ગામડાઓમાં લાવવામાં આવશે,
જેમાં આરોગ્ય, શિક્ષણ અને સશક્તિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. કંપની સમુદાયો સાથે મળીને હસ્તક્ષેપ માટે કામ કરશે, જે જીવન ધોરણ અને જીવન ગુણવત્તામાં સુધારો માટે ઉપયોગી બનશે.