Western Times News

Gujarati News

નવા આઇટી નિયમોને લઈને ટિ્‌વટરને દિલ્હી હાઈકોર્ટની ફટકાર

નવીદિલ્હી: ભારત સરકાર દ્વારા અમલમાં લાવમાં આવેલા નવા આઈટી નિયમોને લઈને સરકાર અને ટિ્‌વટર આમને સામને થઈ ગયા છે. એક તરફ કેન્દ્ર સરકાર નવા નિયમોના પાલન માટે દબાણ લાવી રહી છે તો બીજી તરફ ટિ્‌વટર મોડુ કરી રહ્યુ છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ફરીયાદોના નિવારણ માટે ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી આવશ્યક છે. ટિ્‌વટર દ્વારા નિમણૂક ન કરતા હવે દિલ્હી હાઈકોર્ટે ટિ્‌વટરને ફટકાર લગાવી છે. કોર્ટે કડક રૂખ અપનાવી ટિ્‌વટરને જણાવ્યુ છે કે આ પ્રકારનું મોડુ ભારતમાં નહીં ચાલે, ટિ્‌વટરને એવુ લાગતુ હોય કે ભારતમાં તે ગમે તેટલો સમય લઈ શકે છે તો તેની પરમીશન કોર્ટ નહીં આપે. વધુમાં હાઈકોર્ટે કહ્યુ કે, ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક નહીં કરીને ટિ્‌વટર નવા આઈટી નિયમોનો ભંગ કરી રહ્યુ છે.

આ સૂનાવણી દરમિયાન ટિ્‌વટરે કોર્ટમાં એ પણ સ્વીકાર કર્યો કે તેને નવા આઈટી નિયમોનું પાલન નથી કર્યુ. જેને લઈને કોર્ટે કહ્યુ કે, કોર્ટ ટિ્‌વટરને સુરક્ષા ન આપી શકે. સરકાર તમારા વિરૂદ્ધ કાર્યવાહી કરવા સ્વતંત્ર છે. ઉલ્લેખનિય છે કે, ટિ્‌વટરે ફરીયાદ નિવારણ અધિકારીની નિમણૂક નહીં કરતા અમિત આચાર્યએ ફરીયાદ કરી હતી. જેની સૂનાવણી દરમિયાન સરકારે ટિ્‌વટર નિયમોનું પાલન ન કરતું હોવાનું જણાવ્યુ હતુ, જેનો ટિ્‌વટર તરફથી હાજર રહેલા વકિલ સજ્જન પુવૈયાએ પણ સ્વીકાર કર્યો હતો.

કોર્ટમાં સરકારે જણાવ્યુ હતુ કે, ૨૬ ફેબ્રુઆરીએ નવા નિયમોનું નોટીફિકેશન આવ્યા બાદ ભુલ સુધારવા માટે ૩ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન ટિ્‌વટર દ્વારા કોઈ પગલા ન ભરતા સરકારે કાર્યવાહી શરૂ કરવી પડી. વધુમાં કોર્ટે કહ્યુ કે સરકાર કાર્યવાહી કરી શકે છે કોર્ટે સુરક્ષા ન આપી શકે. ટિ્‌વટરને એ ખબર હોવી જાેઈએ કે તેમને કેવો વ્યવહાર કરવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.