Western Times News

Gujarati News

દરિયાપુરની મનપસંદ કલબમાંથી ૧૭૦ જુગારીઓને ઝડપી લેવાયા

હીસ્ટ્રીશીટર ગોવિંદ ઉર્ફેે ગામા જુગાર રમાડતો હતો

(એજન્સી) અમદાવાદ, શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ કલબમાં સોમવારે સાંજે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રેડ કરી હતી. જેમાં જીમખાનામાં જુગાર રમતા ૧૭૦થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. એસએમસીની રેડ પડતા રથયાત્રાનો બંદોબસ્ત છોડીને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.

પોલીસે મનપસંદ કલબમાં જુગાર રમાડનાર અને હિસ્ટ્રીશીટર ગોવિંદ પટેલ ઉર્ફે ગામા સહિત ૧૭૦ જુગારીયાઓ સામે ફરીયાદ નોંધીને ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં એક સાથે ૧૭૦ જેટલા જુગારીઓ શહેરમાં પકડાયા હોય એવીે આ પહેલી જ ઘટના છે.મહત્ત્વનું છે કે મનપંસદ કલબમાં રાજયભરમાંથી રાજકીય નેતાઓ બિલ્ડરો સહિત મોટી મોટી હસ્તીઓ જુગાર રમવા આવતી હોવાનું પોલીસના સુત્રોએ જણાવ્યુ હતુ.
દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ના ડીવાયએસપીને બાતમી મળી હતી કે મનપસંદ કલબમાં ગોવિંદ પટેલ ઉર્ફે ગામા અલગ અલગ સાત બિલ્ડીંગમાં જુગારીઓને ભેગા કરીને મોટાપાયેે જુગાર રમાડી રહ્યો છે. રેડ પડતાની સાથે જ જુગારીયાઓએ નાસભાગ કરી મુકી હતી. કેટલાંક બિલ્ડીંગમાંથી ભાગી જવામાં સફળ થયા હતા.
બીજી તરફ ૧૭૦ જુગારીઓને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી લીધા હતા. જાે કે આ જુગારીયાઓ પાસેથી મોટા પ્રમાણમાં કોઈન મળી આવ્યા હતા.
જુગાર રમાડનાર સંચાલક ગોવિંદ પટેલ જુગારીયાઓ પાસેથી પેમેન્ટ મેળવીને સામે કોઈન આપતો હોય છે. તેના આધારે જ જુગારીયાઓ જે ટેબલ પર જુગાર રમવો હોય ત્યાં રમી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.