Western Times News

Gujarati News

આસામના ગોલપારામાં ૫.૨ની તિવ્રતાનો ભુકંપ

ગોવાહાટી: આસામના ગોલપારામાં ૮.૪૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયેલા છે. ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાવવામાં આવી છે. ઉત્તર બંગાળ, દાર્જિલિંગ, કુચ બિહારમાં ભૂકંપના આંચકો લાગ્યાં હતાં. નેશનલ સેન્ટર ફોર સિનોલોજી અનુસાર, ધરતીકંપનું કેન્દ્ર મેઘાલયના તુરામાં હતું. જાે કે, ભૂકંપથી કોઈપણ પ્રકારના નુકશાનની સમાચાર બહાર આવ્યા નથી.

અગાઉ દિલ્હીમાં, હરિયાણાને પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના ઝજાજરમાં આ મહેસુસ થયુ હતું. ભૂકંપ તીવ્રતાએ રિચટર સ્કેલ પર ૩.૭ નોંધાયો. તેની ઊંડાઈ લગભગ ૫ કિલોમીટર હતી. ટ્‌વીટર પરના ઘણા લોકોએ ધરતીકંપના આંચકાને લઇ ટિ્‌વટ કર્યું કે તેઓ ભૂકંપ અનુભવ્યો છે. ગુડગાંવના એક યુઝરે લખ્યું હતુ કે મારો મજબૂત બેડ સંપૂર્ણપણે હલાવી દીધો, તે એક વાસ્તવિક ભૂકંપ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.