Western Times News

Gujarati News

રથયાત્રાને શરતી મંજુરી : 4 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરાશે

ટ્રકો અખાડા અને ભજન મંડળીઓને અને ગંજરાજોને મંજૂરી આપવામાં આવી નથી

દેશભરના નાગરિકોની આસ્થા સાથે સંકળાયેલી રથયાત્રા યોજાશે કે નહી તે અંગે છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી હતી અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગયા વર્ષે કોરોના કપરાકાળના કારણે રથયાત્રા યોજવાની મંજુરી આપવામાં આવી ન હતી પરંતુ આ વખતે કોરોનાના કેસો કાબુમાં આવતા રાજય સરકારે આ અંગે છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા સંગઠનો તથા પોલીસ વિભાગ પાસેથી સુચનો મંગાવ્યા બાદ આજે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે કે અમદાવાદ સહિત રાજયમાં કોવિડ ગાઈડ લાઈનના ચુસ્ત અમલ વચ્ચે રથયાત્રા યોજાશે સરકારના આ નિર્ણયથી શ્રધ્ધાળુઓમાં હર્ષની લાગણી વ્યાપી છે. નિયમોની જાહેરાત કરવામાં આવી રહી છે.

રથયાત્રાના દિવસે તેના રૂટ પર આવતા ૭ પોલીસ સ્ટેશનમાં કરફર્યુ લગાડી દેવામાં આવશે આ ઉપરાત સરસપુરમાં આ વખતે બપોરના ભોજન પ્રસાદનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે સાથે સાથે રથયાત્રા ચાર થી પાંચ કલાકમાં નીજ મંદિર પરત આવી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે રથ ખેેચનાર તમામ ખલાસીઓના ટેસ્ટ કરવામાં આવશે અને તેઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેઓ રથને ખેંચી શકશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.