Western Times News

Gujarati News

વ્યંજનની શોખીન દુલ્હનનો લગ્નમાં પાણીપુરીનો શણગાર

ચેન્નાઈ: પાણીપુરીનું નામ પડતાં જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. તેમાં પણ છેલ્લા દોઢેક વર્ષમાં કોરોનાના કારણે કોઈ ગલ્લીના ખૂણે કે માર્કેટમાં ઉભતાં તમારા ફેવરિટ પાણીપુરીવાળની આ ડિશ તમે જરુર મિસ કરી હશે. કોઈ એક રાજ્યની વાત નથી આખા ભારતમાં પાણીપુરી જ એક એવી વસ્તુ છે જેનાથી લોકોને એટલો લગાવ છે જેટલો ભાગ્યે જ કોઈ બીજી વસ્તુથી હશે. જાેકે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક દુલ્હને પોતાના લગ્નમાં શણગાર માટે પાણીપુરીનો ઉપયોગ કર્યો અને તેનાથી બનાવેલો તાજ પહેરી લીધો.

આ વીડિયોમાં તમે જાેઈ શકો છો કે દુલ્હના માથા પર પાણીપુરીનો તાજ સજાવવામાં આવી રહ્યો છે. દુલ્હને દક્ષિણ ભારતીય ઢબના લગ્નનો પહેરવેશ પહેર્યો છે. વાત ખાલી તાજથી જ અટકતી નથી

તેના ગળામાં પણ પાણીપુરીની માળા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં તો આ વીડિયોને ૧.૨૫ લાખ આસપાસ વ્યુઝ મળી ચૂક્યા છે. તેની મેકઅપ આર્ટિસ્ટે પોસ્ટ કરેલા આ વીડિયો મુજબ દુલ્હનનું નામ અક્ષયા છે અને વરરાજનું નામ અભિષેક છે.

આ વીડિયો યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કેટલાક પાણીપુરીના દીવાનાઓએ લખ્યું કે તેઓ પણ પોતાના લગ્નમાં આ જ રીતે પાણીપુરીથી શણગાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.