મેનોપોઝ સબંધિત સમસ્યા દૂર કરે તેવા ઉપચાર
મેનોપોઝમાં થતી તકલીફ
• મેનોપોઝ પહેલાંના એક-બે વર્ષ દરમિયાન માસિકમાં અનિયમિતતા, મેનોપોઝ બાદ માસિક બંધ થઈ જવું.
• અંતઃસ્ત્રાવનાં અસંતુલનને પરિણામે યોનિની દિવાલમાં રૂક્ષતા, દિવાલ પાતળી થઈ જવાથી સભોગ દરમ્યાન ક્યારેક દુખાવો. • વેજાઈનલ, યુરિનરી ઈન્ફેક્શન વારંવાર થવું.
• મત્રનો વેગ રોકવામાં અક્ષમતા.
• ઓસ્ટોઓપોરોસીસ, હાડકા નબળા થઈ જવા.
• અજંપાભરી ઉંઘ, ઉંઘ ઓછી આવવી.
• ત્વચાની ચમકમાં ઘટાડો, કરચલી થવી, વાળનો જથ્થો ઘટવો. • હોટફ્લેશીઝ, અચાનક પરસેવો થવો, રાત્રે ઉંઘમાં પરસેવો થઈ જવો.
• મૂડ સ્વીંગ થવો, સંવેદનશીલતા અતિ તીવ્ર થઈ જવી, સ્વભાવ ચીડિયો થઈ જવો, ઉચાટ-અજંપો અનુભવવો.
• હોર્મોન્સમાંથતાં ફેરફારને પરિણામે હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટેરોલમાં અસંતુલિતતા જેવા કાર્ડિયોછવેસ્ક્યુલર અનિયમિતતાની સંભાવના વધે છે.
• મેટાબોલિઝમ મંદ થઈ જવાની સાથે જાે લાઈફસ્ટાઈલ યોગ્ય ન હોય તો વજન વધી જવું, પેટ ફૂલી જવું.
મેનોપોઝ દરેક સ્ત્રીનાં જીવનમાં આવતી એક કુદરતી અવસ્થા છે. જે રીતે કિશોરાવસ્થામાં શરીરનાં વિકાસની સાથે રજઃપ્રવૃત્તિકાળ શરૂ થાય છે,
તેવી જ રીતે ૪પ થી પ૦ વર્ષ બાદ સ્ત્રી શરીરમાં થતાં સ્વાભાવિક બદલાવથી રજાેનિવૃત્તિકાળ આવે છે. સ્ત્રી શરીરની પ્રજનન ક્ષમતા સ્ત્રી બીજનાં પરિપક્વ થઈ ફલિત થયા બાદ ગર્ભાશયમાં સ્થાપિત થયા બાદ ગર્ભનાં યોગ્ય વિકાસ પર આધારિત હોય છે. સમગ્ર જીવન દરમિયાન ગર્ભાશયણી બન્ને બાજુ આવેલી ઓવરીઝ-અંડાશયમાં પરિપક્વ થતાં જ બીજ ગર્ભાશમાં ફેલોપિયન ટ્યૂબ દ્વારા આવે છે.
ફલિત ગતાં ગૃભના વિકાસ માટે ગર્ભાશયમા વિશિષ્ટ ફેરફાર થાય છે જે ગર્ભાશયની કલા-ચામડી દ્વાા ગર્ભ રક્તસંચાર પોષણ મેળવે છે. પરંતુ જ્યારે બીજ ફલિત ન થાય ત્યારે ૧ર થી ૧૪ કાક બાદ ગર્ભાશયની અંદરની શ્લેષ્મકલા, રક્ત સાથે યોનિદ્વારા શરીરની બહાર સ્ત્રવે છે. જે સંપૂર્ણપણે બહાર આવતાં૩ થી ૭ દિવસ રક્તસ્ત્રાવ ચાલુ રહે છે.
પ્રતિમાસ થતું હોવાથી રજાેસ્ત્રાવને માસિક-પિરિયડ્સ પણ કહે છે. રજાેસ્ત્રાવ, બીજીત્પતિ, ગર્ભપોષણ તથા યોગ્ય સમયે વિકસિત ગર્ભનો જન્મ આ બધી જ સ્વાભાવિક લાગતી ક્રિયાઓ પાછળ સ્ત્રી શરીરનાં વિશિષ્ટ હોર્મોન્સ ઈસ્ટ્રોજન તથા અન્ય જવાબદાર હોય છે.
રજાેપ્રવૃત્તિકાળ દરમ્યાન અવિરત ચાલ્યા કરતાં બાયોકેમિકલ પ્રોસેસિંસ અને હોર્મોનલ બેલેન્સમાં ચાલીસી બાદ બદલાવની શરૂઆત થાય છે જેને પરિણામે સ્ત્રીઓ થોડો બદલાવ, શારિરીક-માનસિક સમસ્યાનો અનુભવ કરે છે. જેેને સામાન્ય રીતે મેનોપોઝની સમસ્યા કહેવાય છે. પરંતુ ૩પ-૪૦ વર્ષ ચાલ્યા કરતી રિધમ-લયમાં બદલાવ આવે એટલે તેની શરીર-મન પર અસર થવી સ્વાભાવિક છે.
પરંતુ આ બધા લક્ષણો માટે શરીરમાં રોગજનક ફેરફારો થવાથી શરીર રોગિષ્ટ બની ગયું છે, નબળું પડી ગયું છે કે પછી ગર્ભાશય-ઓવરીનાં રોગ લાગુ પડી જશે તેવો ભય વિનાકારણ સેવવો યોગ્ય નથી. ગર્ભાશય-ઓવરીમાં થતાં રોગ તો ગમે તે ઉંમરે થઈ શકે છે. તે માટે મેનોપોઝ જ જવાબદાર હોય તેવું નથી. યોગ્ય પરીક્ષણ-નિદાનથી રોગ હોય તો તેની તકેદારી કરવી જરૂરી હોય છે. પરંતુ મેનોપોઝને રોગસમજી શરીરમાં થતી નાની-મોટી, શારીરિક-માનસિક સમસ્યા માટે મેનોપોઝને જવાબદાર ગણી હતાશ બની શરીરની યોગ્ય દેખરેખ ન કરવી એ મોટી ભૂલ છે.
મેનોપોઝથી થતી સમસ્યાના ઉપચાર
મેનોપોઝ સંબંધિત સમસ્યાના ઉપચારનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે, લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો. મેનોપોઝમાં થતાં હોટફ્લેશીઝ, પરસેવો, ચીડ, વજન વધવું, હાડકા નબળા પડવા વગેરે દરેક લક્ષણો શરીરના પોષણ, રક્તસંચારણ અને મેટાબોલિઝમને ધ્યાનમાં રાખી લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવાથીદૂર થઈ શકે છે.
ખોરાક ઃ મેનોપોઝ દરમ્યાન લીલા પત્તાવાળા શાકભાજી, ચોળી-ફણસી-વાલોળ વગેરે બીજવાળી ફળીઓ, દૂધી, તૂરીયા, કોળું, ગલકા વગેરે રેસા-પાણી અને ક્ષારવાળા શાક તથા અળવી, શક્કરિયા, ગાજર, ડુંગળી, બીટરૂટ જેવા કંદમૂળો વધુ ખાવા. ટામેટા, ગાજર, મૂળા, કાકડી બધા જ શાકમાં ભરપૂર માત્રામાં પાણી, ક્ષાર, ફાયટો વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ તત્વો છે
આથી વેજીટેબલ સૂપ, સલાડ, રસાવાળા શાક, કોરા શાક જેવી વાનગીઓ દ્વારા ફાયટો વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્ના પોષણનુ પ્રમાણ વધારવાથી ડાયજેશન સુધરે છે. રેસા-પ્રવાહીથી કબજીયાત-ગેસ દૂર થતાં પેઢું ફુલી જવું, પેટ મોટુ થવાની તકલીફ દુર થવાની સાથે હિમોગ્લોબીન, પોટેશ્યમ, સોડિયમ, સેલેનિયમ વગેરેથી ચામડીની ચમક, ઈલાસ્ટીસીટી જળવાય છે.
તૈયાર સિન્થેટિક વિટામિન્સ, કેલ્શયમ સપ્લેમેન્ટ જરૂર હોય તો જ લેવા.તાજાં ફળો, ડ્રાય ફ્રૂટ્સ, અખરોટ, ખજૂર, બદામ વગેરેી પોષણની સાથે વજન, કોલેસ્ટેરોલ, બ્લડપ્રેશર, ચામડી-વાળના સૌંદર્ય જેવા ઘણાં પ્રશ્નો કુદરતી રીતે ઉકલે છે. હોટફ્લેશીઝ, પરસેવો વધુ વળતો હોય તેઓએ ધાણાનો પાવડર ર ચમચી, વરિયાળીનો પાવડર ર ચમચી અને ૧ ચમચી સાકર ૧ ગ્લાસ પાણીમાં ભેળવી દિવસમાં બે વખત પીવું. શતાવરી ચૂર્ણ ર ચમચી ૧ કપ ગાયનાં દૂધમાં સાકર નાંખી બ્રેકફાસ્ટ સમયે લેવાથી હોટફ્લેશીઝમાં ફાયદો થાય છે.
ઉંઘ ઓછી આવતી હોય, મન અશાંત રહેતું હોય, તેઓએ રાતનું ભોજન વહેલું ખાવું, ખીચડી, રસાવાળા શાક, દાળ, રોટલી, વેજીટેબલ સૂપ જેવો સુપાચ્ય ખોરાક ખાવો. રાત્રે જમ્યા પછી બેસી ન રહેવું. એક્ટિવ રહેવું. દસ મિનિટ ધીમી ચાલે ચાલવું. સંગીત સાંભળવું, મનોનુકૂળ વાંચન જેવી પ્રવૃત્તિ કરવી. મનને ચંચળ બનાવે, ઉદ્વેગ કરે તેવા દ્રશ્યોવાળા ટી.વી. પ્રોગ્રામ, વાંચન ટાળવું,
રાતનાં ભોજન બાદ બ્રાહ્મી ચૂર્ણ ૩ ગ્રામ અને જટામાંસી ચૂર્ણ ૧ ગ્રામ ૧ ચમચી ઘી-સાકર સાથે ચાટી જવુેં. સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય, આળસ રહેતી હોય, મૂડ સ્વીંગને કારણે નિયમિત કસરત, ખાવા પીવામાં દરકાર ન રાખતાં હોય તેઓએ જમ્યા બાદ ર ચમચી અશ્વગંધારિષ્ટ અને ૧ ચમચી દશમૂળ કવાથ પાણી સાથે પીવો. નિયમિત ૩૦ મિનિટ ચાલો. શશાંકાસન, વ્રજાસન, પવન મુક્તાસન, પ્રાણાયમ જેવી કસરત-યોગાસનથી શરૂઆત કરો.
જેમ-જેમ શરીર કેળવાય સર્વાગાસન, પશ્ચિમોત્તાસન અને સૂર્યનમસ્કારથી શરીરની હોર્મોન્સનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓને સક્રિયતા આપવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરવાની ઈફેક્ટથી મેનોપોઝ સંબંધિત ઘણી સમસ્યાઓ ઘટશે.