અખિલેશે પાર્ટીના ધોષણપત્ર માટે નેતાઓ પાસે સુચનો માંગ્યા
લખનૌ: યુપીમાં સપાને ભલે ત્રિસ્તરીય પંચાયત ચુંટણીમાં હારનો સામનો કરવો પડયો હોય પરંતુ સપાએ પ્રયાસ કરવાનું છોડયું નથી આગામી ચુંટણીમાં જીત નિશ્ચિત કરવ માટે પાર્ટીએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે આ ક્રમમાં સપા મુખ્ય કાર્યાલય પર પંચાયત ચુંટણીની હારની સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને પ્રો.રામ ગોપાલ યાદવ પણ હાજર રહ્યાં હતાં.
બેઠકમાં પાર્ટી તરફથી જારી થનાર ધોષણાપત્રને લઇ ધારાસભ્યો અને પદાધિકારીઓ પાસે મત માંગવામાં આવ્યો છે આ દરમિયાન કેટલાક નેતાઓએ લેપટોપને એકવાર ફરીથી ધોષણાપત્રનો હિસ્સો બનાવવા પર ભાર મુકયો તેના પર અનેક નેતાઓએ તેના પર સહમતિ વ્યકત કરી આ સાથે કેટલાક નેતાઓએ કહ્યું કે આ સમયે યુવાનો સૌથી વધુ રોજગારના મુદ્દા પર સરકાર પ્રત્યે નારાજ છે જેને કારણે પાર્ટીએ રોજગારને લઇ મોટું વચન આપે તો તેનો લાભ થઇ શકે છે.આ ઉપરાંત કેટલાક નેતાઓએ કહ્યું હતું કે ઘોષણાપત્રમાં મહિલાઓ પર અત્યાર,કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેના મુદ્દા પર સામેલ કરવા જાેઇએ આ ઉપરાંત રાજય સરકારની નિષ્ફળતા પણ મુખ્ય મુદ્દો રહી શકે છે.
સપા આગામી ચુંટણીઓને લઇને સજાગ છે પાર્ટી ધોષણા પત્રના વચનોને લઇને પણ ખુબ ગંભર છે આ સાથે નાના નાના પક્ષોથી સમજૂતિ કરવી પણ સપાની ચુંટણી રણનીતિ છે જેથી જમીની નેતાઓને પાર્ટીથી જાેડાયેલા રખાય