DySP ભરત બસીયાનું વધુ એક ઓપરેશન….!! રાણાસૈયદ નજીક કતલખાને લઈ જવાતા 100 થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગૌમાતા રક્ષકનો મુખવટો પહેરી ગૌરક્ષાના બણગાં ફૂંકતી ભાજપ સરકારમાં કસાઈઓ બિન્દાસ્ત બન્યા હોવાની બૂમો જીવદયા પ્રેમીઓ પાડી રહ્યા છે મોડાસા નજીક રાણાસૈયદ વિસ્તાર માંથી ડીવાયએસપી ભરત બસીયાની આગેવાની હેઠળ જીલ્લા પોલીસતંત્ર ૧૦ થી વધુ વાહનોમાં ત્રાટકી ૧૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલતા બચાવી લીધા હતા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસાના કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે મોડાસાને અડીને આવેલા રાણાસૈયદ વિસ્તારમાં ઝાડી-ઝાંખરા માં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓ ને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી,મોડાસા ટાઉન પોલીસ તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા.
પોલીસ ને ઝાડી-ઝાંખરા માંથી મરણતોલ હાલતમાં બાંધેલા ૧૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવી લઈ પશુઓ માટે ઘાસચારા અને પાણી ની વ્યવસ્થા કરી ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધવા મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી હાથધરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી
બુધવારે સાંજના ૪ વાગ્યાના સુમારે ડીવાયએસપી ભરત બસીયાને બાતમીદરો મારફતે બાતમી મળી હતી કે મોડાસા નગરપાલિકા ના રાણાસૈયદ વિસ્તાર ના ઝાડી-ઝાંખરા માં મોટી સંખ્યામાં ગાય,બળદ,ભેંસ,પાડા,પડીઓ,જેવા પશુઓ સંતાડી ગોંધી રાખી ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા મોડાસા ટાઉન પોલીસ, એલસીબી પોલીસ તાબડતોડ મોટા પોલીસ કાફલા સાથે બાતમી વાળા સ્થળે પહોંચી ખુલ્લી જગ્યા તેમજ ઝાડી-ઝાંખળા વિસ્તારમાં ઓપેરશન હાથધરાતા પોલીસ નો મોટો કાફલો જોઈ અજાણ્યા શખ્શો પશુઓ ઘટનાસ્થળે રાખી ફરાર થયી ગયા હતા પોલીસે પશુઓ કતલખાને પહોંચે તે પહેલા બચાવી લઈ ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથધરી હતી હાલ તો પોલીસે લાખ્ખો રૂપિયાનો નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યાશખ્શો વિરુદ્ધ ઘી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ મુજબ અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી
મોડાસા શહેરમાં ગેરકાયદેસર કતલખાનાં ધમધમી રહ્યા છે
અત્રેઉલ્લેખનીય છે કે મોડાસા નજીક આવેલા બે રહેણાંક વિસ્તારો માં કેટલાક શખ્શો દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે કતલખાના ધમધમી રહ્યા હોવા છતાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વર્ષેદહાડે એકાદ બે વખત આરીતે બાતમીના આધારેજ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે.અમુક જૂજ લુખ્ખાતત્વો દ્વારા ગેરકાયદેસર કતલખાના ચલાવતા આ બંને વિસ્તાર ના તમામ લોકો આવા અસામાજિક તત્વો સામે પોલીસ શખ્ત કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે