Western Times News

Gujarati News

૯ વર્ષ બાદ ચંદ્રની સ્થિતિમાં ફેરફાર થશે :NASA

નવી દિલ્હી: નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર અમેરિકાના કાંઠાના ક્ષેત્રોમાં ૨૦૩૦ના દાયકામાં પૂરના દરમાં વધારો થશે. વૈજ્ઞાનિકોની આગાહી અનુસાર ચંદ્રની ભ્રમણકક્ષામાં ધ્રુજારીના કારણે પૃથ્વી પર ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ આકર્ષણને વધારશે. જે દરિયામાં ભરતી લાવશે અને ક્લાઇમેટ ચેન્જના કારણે દરિયાના જળસ્તરમાં વધારો થશે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના અને યૂનાઇટેડ સ્ટેટ્‌સ અનુસાર વર્ષ ૨૦૧૯માં યૂએસ એટલાન્ટિક અને ગલ્ફ કોસ્ટમાં પૂરના ૬૦૦થી વધુ મામલાઓ નોંધાયા છે.

આ પૂર ઉચ્ચ ભરતીના કારણે આવે છે. ક્લાઇમેટ ચેન્જના કારણે દરિયાનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, તેથી કોસ્ટલ વિસ્તારોમાં પૂરના કારણ માટે દરિયાઇ ભરતીને જવાબદાર ગણાવી શકાય. નાસાના પ્રમુખ બિલ નેલ્સને એક નિવેદનમાં જણાવ્યું કે, મહાસાગરોના ઝડપથી વધી રહેલા સ્તર અને ક્લાઇમેટ ચેન્જની સાથે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ દરિયામાં ભરતીની સ્થિતિને વધુ ખતરનાક બનાવી દેશે. નાસાના પ્રમુખ અનુસાર, નીચાણ વાળા વિસ્તારોમાં ખતરો સૌથી વધુ મંડરાઇ રહ્યો છે અને આ સ્થિતિ હજુ પણ ખરાબ થશે. જાેકે તેમણે વધુમાં કહ્યું કે, નાસાની સી લેવલ ચેન્જ ટીમ આયોજન અને સુરક્ષા માટે તમામ મહત્વપૂર્ણ માહિતી આપી રહી છે. અભ્યાસના પ્રમુખ લેખક ફિલ થોમસને એક નિવેદનમાં કહ્યું કે, ઉચ્ચ દરિયાઇ ભરતીના કારણે હજુ વાવાઝોડાઓની સ્થિતિ નહીં સર્જાય, પરંતુ તે સમયાંતરે બનતી ઘટના છે, જેની અસર જરૂર થશે

થોમસનની દલીલ છે કે મહીનામાં ૧૦થી ૧૫ વખત પૂરનો સામનો કરતા વિસ્તારોમાં વ્યવસાયો બરાબર કામ કરી શકે નહીં. આ અભ્યાસ ૨૧ જૂને નેચર ક્લાઇમેટ ચેન્જમાં પ્રકાશિત થયો હતો. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરોમાં આવેલ કોસ્ટલાઇનમાં મોટા પ્રમાણમાં પૂર આવવાનું કારણ ચંદ્રની ભ્રમણકક્ષામાં પેદા થતી ધ્રુજારી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ કંપન ૧૮.૬ વર્ષમાં પૂર્ણ થાય છે અને બે ગ્રેવિટેશનલ તબક્કાઓમાંથી પસાર થાય છે. જેમાં એક તબક્કો ભરતી ઘટાડે છે – મોટી ભરતીને નાની બનાવીને અને નાની ભરતીને મોટી બનાવીને. જ્યારે અન્ય તબક્કો ભરતીને વધારે છે, નાની ભરતીને નીચી કરી અને મોટી ભરતીને ઊંચી કરીને. ૨૦૩૦ના દાયકામાં સમુદ્રના ઉચ્ચા સ્તરની સાથે આ પ્રભાવો પણ વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.