Western Times News

Gujarati News

ભારતપે એ FY2021-22માં PoS વ્યવસાયમાં ત્રણ ગણી વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક

નવી દિલ્હી, 15 જુલાઈ, 2021: ભારતમાં વેપારીઓ માટેની અગ્રણી ફિનટેક કંપની ભારતપેએ આજે એના પીઓએસ વ્યવસાયને આક્રમક રીતે આગળ વધારવાની યોજના જાહેર કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, એનો ઉદ્દેશ એના પીઓએસ વ્યવસાય (ભારતસ્વાઇપ)માં ત્રણ ગણી વૃદ્ધિ કરવાનો છે

તથા નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં વાર્ષિક ટીપીવી 6 અબજ ડોલરનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અત્યારે ખાનગી પીઓએસ કેટેગરીમાં નંબર 3 કંપની ભારતપે એની પહોંચ પાંચ ગણી વધારશે અને નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં 80 શહેરોમાં ભારતસ્વાઇપનું વેચાણ કરશે. ઉપરાંત ભારતપેએ બ્રાન્ડ પાર્ટનરશિપમાં નોંધપાત્ર વધારો કરવાની અને પીઓએસ વ્યવસાય પર મૂલ્ય વધારવા ઉપભોક્તા ધિરાણ ઓફર કરવાની યોજના બનાવી છે.

ભારતપેએ વર્ષ 2020ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એનું પરિવર્તનકારક કાર્ડ પેમેન્ટ સ્વીકાર્યતા મશીન ભારતસ્વાઇપ પ્રસ્તુત કર્યું હતું. ભારતનું પ્રથમ ઝીરો રેન્ટલ સ્વાઇપ મશીન ભારતસ્વાઇપને શરૂઆતમાં જબરદસ્ત આવકાર મળ્યો હતો. આ વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે

અને અત્યારે કંપનીની કુલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ્ડ વેલ્યુ (ટીપીવી)માં 20 ટકા હિસ્સો ધરાવે છે. અત્યારે ભારતપેએ દેશમાં 16 શહેરાં 1 લાખથી વધારે ભારતસ્વાઇપ મશીનો સ્થાપિત કર્યા છે તથા દર મહિને રૂ. 1400 કરોડથી વધારેના વ્યવહારોની સુવિધા આપે છે. ભારતસ્વાઇપને તમામ સેગમેન્ટમાંથી નાના વેપારીઓને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં કિરાના સ્ટોર્સ, રેસ્ટોરાંના માલિકો તેમજ 4થી 5 આઉટલેટ ધરાવતા ઉદ્યોગસાહસિકો સામલે છે.

ભારતસ્વાઇપની સફળતા પર ભારતપેના ગ્રૂપ પ્રેસિડન્ટ સુહૈલ સમીરે કહ્યું હતું કે, “અમે અમારા પીઓએસ વ્યવસાયમાં અસાધારણ વૃદ્ધિ જોઈ છે. મારું માનવું છે કે, અમારું પરિવર્તનકારક બિઝનેસ મોડલ અમારા માટે લાભદાયક છે અને નાનાં વેપારીઓને અપીલ કરે છે.

પહેલી વાર કાર્ડ સ્વીકાર્યતા મશીનના યુઝર તરીકે અમારા પીઓએસ મર્ચન્ટનો 60 ટકા હિસ્સો છે અને ઉદ્યોગમાં અગ્રણી એક્ટિવ પીઓએસ મશીન રેટ તરીકે અમારું માનવું છે કે, વ્યવસાય વૃદ્ધિ માટે સજ્જ છે. અમે તાજેતરમાં અરી ટીમમાં ગૌતમ કૌશિક (પીબેકના પૂર્વએમડી અને સીઇઓ; અમેરિકન એક્સપ્રેસના પૂર્વ સીએફઓ)ને આવકાર્યા હતા, જેઓ આ વ્યવસાયને વધારવા માટે લીડ લઈ રહ્યાં છે.

અમે ચાલુ નાણાકીય વર્ષમાં આ વર્ટિકલમાં ત્રણ ગણો વધારો કરવાની યોજના બનાવી છે. અમે 80 શહેરોમાં પીઓએસ વ્યવસાય પર અમારી પહોંચ વધારીશું તથા નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં 3 લાખ મશીનો સ્થાપિત કરીશું. ઉપરાંત અમે બેંકો, નાણાકીય સંસ્થાઓ અને બ્રાન્ડ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી ચકાસી રહ્યાં છીએ,

જેનો ઉદ્દેશ અમારા પીઓએસ ઉપકરણો પર ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે. એમાં ગ્રાહકને બાય નાઉ પે લેટર (બીએનપીએલ) સ્વરૂપે ધિરાણની ઓફર સામેલ હશે. અમે વેપારીઓની વ્યવસાયિક વૃદ્ધિ માટે અને તેમની દુકાનોમાં ઉપભોક્તા ફૂટફોલ વધારવા અમારા પીઓએસ ઉપકરણો પર નવી અને ઇનોવેટિવ લોયલ્ટી અને રિવોર્ડ ફીચર્સ પણ ઉમેરીશું.”

ભારતસ્વાઇપ વેપારીઓને વિવિધ ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાંથી પેમેન્ટ સ્વીકારવાની સુવિધા આપીશું, જેમાં ઝીરો ટ્રાન્ઝેક્શન ફી ચુકવવાનો વિકલ્પ સામેલ છે. ભારતસ્વાઇપ સાથે વેપારીઓ સ્વાઇપ મશીન પર ડાયનેમિક ક્યુઆર જનરેટેડ મારફતે ક્યુઆર પેમેન્ટ પણ કરી શકે છે.

ઉપરાંત ભારતપેના યુપીઆઇ ક્યુઆર મારફતે થતા ક્યુઆર પેમેન્ટ માટે ફિઝિકલ રીસિપ્ટસ જનરેટ કરવાનું ફીચર ડિવાઇચનું સૌથી પસંદગીનું ફીચર છે. તાજેતરમાં ભારતપેએ એના ભારતસ્વાઇપ વેપારીઓ માટે ‘હોલિડે સેટલમેન્ટ્સ’ ફીચર પ્રસ્તુત કર્યું હતું. આ ફીચર વેપારીઓને બેંકમાં રજાના દિવસોમાં પણ સેટલમેન્ટ સ્વીકારવાની સુવિધા આપે છે, જે હંમેશા લિક્વિડિટી સુનિશ્ચિત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.