Western Times News

Gujarati News

PNB મેટલાઇફએ પોલિસીધારકો માટે રૂ 532 કરોડના બોનસની જાહેરાત કરી

બોનસની રકમમાં વર્ષોથી સતત વધારો થયો છે, ચાલુ વર્ષે ગયા વર્ષ કરતા 7 ટકા વધારે બોનસ મળ્યું

મુંબઈ, પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઇફ)એ પાર્ટિસિપેટિંગ ઉત્પાદનોના લાયકાત ધરાવતા તમામ પોલિસીધારકો માટે રૂ. 532 કરોડનું બોનસ જાહેર કર્યુ છે. પીએનબી મેટલાઇફ દર વર્ષે પાર્ટિસિપેટિંગ ઉત્પાદનો પર સાતત્યપૂર્ણ રીતે બોનસ જાહેર કરે છે.

ચાલુ વર્ષે બોનસની રકમ ગયા વર્ષની બોનસની રકમથી 7 ટકા વધારે છે. 31 માર્ચ, 2021ના રોજ ચાલુ હોય એવી પોલિસીઓના 4.6 લાખ ગ્રાહકોને આ બોનસનીરકમનો લાભ મળશે.

પોલિસીધારકનું બોનસ કંપનીએ પાર્ટિસિપેટિંગ ફંડ્સ દ્વારા કરેલા નફાનો હિસ્સો છે, જે ગ્રાહકોને વિવિધ બેનિફિટ પ્રસંગોએ ચુકવવામાં આવે છે. પીએનબી મેટલાઇફની મેનેજમેન્ટની મજબૂત ક્ષમતાઓ અને અસરકારક રિસ્ક મેનેજમેન્ટ પદ્ધતિઓએ કંપનીને બોનસની ઊંચી ચુકવણી સાથે પોલિસીધારકોને લાભ પ્રદાન કરવા સક્ષમ બનાવી છે.

સ્પર્ધાત્મક બજારમાં તમામ ચાવીરૂપ કેટેગરીઓમાં મહત્વપૂર્ણ પીઅર ફંડ અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ પીએમએલઆઈને અમારા પોલિસીધારકો માટે તેમની લાંબા ગાળાની સંપત્તિના સર્જનની સફરમાં પસંદગીનો વિકલ્પ બનાવે છે.

પીએનબી મેટલાઇફના એમડી અને સીઇઓ આશિષકુમાર શ્રીવાસ્તવે કહ્યું હતું કે, “અમે અમારા વધારે આત્મવિશ્વાસયુક્ત ભવિષ્યનું નિર્માણ કરવા ગ્રાહકોને મદદ કરવાના અમારા ઉદ્દેશમાં માનીએ છીએ. આ અનિશ્ચિત સમયગાળામાં પણ અમે અમારા ગ્રાહકોના હિત પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે.

અમને અમારી વિવેકયુક્ત મેનેજમેન્ટ પદ્ધતિઓ પર ગર્વ છે, અમે પડકારજનક સમયગાળામાં પણ વર્ષોથી અમારા પાર્ટિસિપેટિંગ ઉત્પાદનો પર સાતત્યપૂર્ણ વૃદ્ધિ પ્રદાન કરી છે. આ રૂ. 532 કરોડના બોનસની જાહેરાત અમારી અમારા ગ્રાહકોને જીવનના દરેક તબક્કામાં તેમની નાણાકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરે છે.”

પીએનબી મેટલાઇફમાં તમામ કામગીરીનું હાર્દ ગ્રાહક-કેન્દ્રિતતા છે. કંપની ‘સર્કલ ઓફ લાઇફ’ અભિગમને અનુસરે છે, જે જીવનના વિવિધ તબક્કા – બાળકનું શિક્ષણ, પરિવારનું રક્ષણ, લાંબા ગાળાની બચત અને નિવૃત્તિના ફાયદા માટે સમાધાનો પૂરાં પાડે છે. પાર્ટિસિપેટિંગ જીવન વીમાયોજનાઓ ગ્રાહકોને ડિવિડન્ડ વિતરણ મારફતે સંપત્તિનો સંચય કરવા માટેની તક આપે છે તેમજ જીવન સુરક્ષાની ખાતરી આપે છે.

ચાલુ વર્ષે પીએનબી મેટલાઇફે પાર્ટિસિપેટિંગ જીવન વીમાયોજના પીએનબી મેટલાઇફ સેન્ચુરી પ્લાન પ્રસ્તુત કર્યો છે જે તમને તમારા સ્વપ્નો સાકાર કરવા, 100 વર્ષની વય સુધી આવક સાથે તમારું ભવિષ્ય સુરક્ષિત કરવા તેમજ આજીવન કવચ પ્રદાન કરે છે. તમારા નિવૃત્તિના વર્ષો માટે બીજી આવક સુનિશ્ચિત કરો અને ભવિષ્યની પેઢીઓ માટે વારસાનું નિર્માણ કરો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.