Western Times News

Gujarati News

મોદીકેરએ વેલ બ્રાન્ડ અંતર્ગત રોગપ્રતિકારક ક્ષમતા સંવર્ધક ચ્યવનપ્રાશ લોન્ચ કર્યુ

નવી દિલ્હી, ભારતની અગ્રણી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકીની એક મોદીકેર લિમિટેડએ એની લોકપ્રિય ‘વેલ’ બ્રાન્ડ અંતર્ગત રોગપ્રતિકારકક્ષમતા સંવર્ધક ચ્યવનપ્રાશને પ્રસ્તુત કરીને હેલ્થ એન્ડ વેલનેસ સ્પેસમાં એની કામગીરીને મજબૂત કરી છે. આ લોંચ કંપનીની 25મી વર્ષગાંઠમાં થયું છે, જે એની ઉત્કૃષ્ટ સફરને મજબૂત કરશે અને યોગ્ય કિંમતે પ્રસ્તુત ઉત્પાદનો પ્રસ્તુત કરવાની ખાતરી આપશે.

ચ્યવનપ્રાશને વેલ બ્રાન્ડની નવી ‘સાઇ-વેદિક’ રેન્જ અંતર્ગત વિકસાવવામાં આવેલું છે, જેમાં આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનનો સુભગ સમન્વય થયો છે. આ ચંદન, આમ્લા અને અશ્વગંધા જેવા 40થી વધારે જરૂરી ગુણકારક તત્વો ધરાવે છે, જે રોગપ્રતિકારકક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે.

પાવરફૂલ એન્ટિઓક્સિડન્ટ વેલ ચ્યવનપ્રાશ રોગપ્રતિકારકક્ષમતા વધારવાની સાથે શ્વાસોશ્વાસની વ્યવસ્થાને ટેકો આપવા, યાદશક્તિ વધારવા, લોહીનું શુદ્ધિકરણ કરવામાં મદદરૂપ થશે તેમજ સંપૂર્ણ સ્વાસ્થ્યને જાળવવા સામાન્ય રોગો સામે અસરકારક રીતે લડવામાં સહાયક બનશે. કોવિડ ગાળામાં સ્વાસ્થ્ય સંવર્ધિત અને વેલનેસ ઉત્પાદનો માટેની માગમાં વધારા સાથે આ લોંચ વેલનેસ સ્પેસમાં મોદીકેર લિમિટેડની પોઝિશનને મજબૂત કરશે. હાલ સ્વાસ્થ્ય સંવર્ધિત અને વેલનેસ કેટેગરીમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે.

આ લોંચની જાહેરાત કરતા મોદીકેર લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સમીર મોદીએ કહ્યું હતું કે, “હાલ ચાલુ કોવિડ મહામારીને પગલે સ્વાસ્થ્ય અને સુખાકારીએ સારું એવું મહત્વ ધારણ કર્યું છે તથા રોગપ્રતિકારકક્ષમતા વધારતા ઉત્પાદનો જરૂરિયાત બની ગયા છે.

અમે અલગ અને નવા ઉત્પાદનો પ્રસ્તુત કરવાની અમારી કટિબદ્ધતા જાળવીને આયુર્વેદના પ્રાચીન શાણપણનો આધુનિક વિજ્ઞાન સાથે સમન્વય કર્યો છે તેમજ ‘સાઇ-વેદિક’ રેન્જ અંતર્ગત વિવિધ ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે. રોગપ્રતિકારકક્ષમતા સંવર્ધક કેટેગરીમાં વધતા રસને ધ્યાનમાં રાખીને વેલ ચ્યવનપ્રાશ સ્વાભાવિક પ્રસ્તુતિ છે, કારણ કે અણે અમારી સેક્ટરલ લીડરશિપને મજબૂત કરવા આતુર છીએ.”

મુખ્ય કેટેગરી તરીકે વેલનેસ સાથે મોદીકેર એના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદનો પ્રદાન કરવા ઇનોવેશન અને ટેકનોલોજીનો સતત ઉપયોગ કરે છે. રોગપ્રતિકારકક્ષમતા વધારવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને મોદીકેરની ‘વેલ’ બ્રાન્ડની માગમાં વધારો જોવા મળ્યો છે અને અત્યારે મોદીકેરના કુલ વ્યવસાયમાં 29 ટકા હિસ્સો ધરાવે છે.

હકીકતમાં બ્રાન્ડે 2020-21માં 40 ટકાથી વધારે વૃદ્ધિ કરી છે. તાજેતરમાં લોંચ થયેલા ચ્યવનપ્રાશ ઉપરાંત બ્રાન્ડ એની સાઇ-વેદિક રેન્જમાં વેલ ટર્મેરિક, વેલઆમ્લા, વેલ તુલસી, વેલ એલોવેરા, વેલ અશ્વગંધા વગેરે જેવા ઉત્પાદનો ઓફર કરે છે, જે વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવા ડિઝાઇન કરેલા છે.

500 ગ્રામ વેલ ચ્યવનપ્રાશ રૂ. 215/-ની એમઆરપી પર ઉપલબ્ધ છે અને મોદીકેર ડાયરેક્ટ સેલર્સ દ્વારા સમગ્ર દેશમાંથી ખરીદી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.