ડુમરાલ , કેરીયાવી અને આખડોલ ગામે વિવિધ કામોનું ખાર્તમુહર્ત થયું
ગુજરાત વિધાનસભાના દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ નડિયાદના ડુમરાલ , કેરીયાવી અને આખડોલ ગામમાં વાસ્મોના કામના સ્થળની મુલાકાત લીધી હતી . આખડોલમાં નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત વસવાટ કરતા કુટુંબીજનોના હિત માટે કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની જલ જીવન મિશન યોજના અંતર્ગત વાસ્મોમાં પાણી પુરવઠા યોજના હેઠળ રૂ . ૨૧,૭૯,૫૫૦ ના ખર્ચે આખડોલ ગામના અલગ – અલગ સીમ વિસ્તારના પરા તથા ગામના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન , બોર પમ્પીંગ મશીનરી વીજળીકરણ તથા પાણીની ટાંકી , પમ્પીંગ મશીનરીનું કેબીન આવી આધુનિક સુવિધાઓ સાથેની યોજનાનું ખાર્તમુહુર્ત કરવામાં આવ્યું હતું .
કેરીઆવી ગામે ચાલી રહેલા વેકસીનેશન સેન્ટરની મુલાકાત લઈ સૌને વધુમાં વધુ લોકો વેકસીન લે તે માટે અપીલ કરી હતી . ડુમરાલ ગામના પરા વિસ્તારમાં વાસ્મો પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની પાઈપલાઈન અને બો રરૂમના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું . રૂ . ૧૩.૫૦ લાખના ખર્ચે આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે . આ પ્રસંગે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રશ્મિભાઈ પટેલ , કેરીઆવીના જીતુભાઇ , નયનભાઈ , મનીષભાઈ , તાલુકા પંચાયત સભ્ય મેઘાબેન , પરા વિસ્તારના સભ્ય. મહેશભાઈ , તથા વાસ્મોના અધિકારી વર્ગ , અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .