Western Times News

Gujarati News

પોદ્દાર પરિવારે સુરતમાં ખરીદેલી ૩પ૦ કરોડની જમીનો સરકાર હસ્તક કરાશે

સુરત, નવસારીમાં પોદ્દાર બંધુઓ બિન ખેડૂત હોવાના ગાજેલા બહુ ચર્ચિત પ્રકરણ વચચે સુરત કલેકટરાલયના તંત્રે પણ તલવાર ખેચતા સુરતના ભરથાણા-વેસુ રૂઢ અને સરસાણાની ૬૮રપ૪ ચો.મી નું ક્ષેત્રફળ ધરાવતી અંદાજીત રૂા.૩પ૦ કરોડની બજાર કિંમતની જમીન સરકાર હસ્તક દાખલ કેમ નહી કરવી ? તે અંગે પોદ્દાર પરિવારને નોટીસ ફટકારી સુનાવણી શરૂ કરવામાં આવી છે.

સુરતના પાડોશી જીલ્લા નવસારીમાં સુરતના જાણીતા રાજેશ પોદ્દાર અને તેમના પરિવારજનો સામે બિન ખેડૂતને લઈને શરૂ કરાયેલી કાર્યવાહીમાં સુરતમાં પણ ખેતીની જમીનો ખરીદી હોવાના પગલે સુરત જીલલા કલેકટરાલયના તંત્રે પણ કાર્યવાહીના ધમધમાટ શરૂ કરી દીધો છે.

જેમાં જમીન સુધારણા નાયબ કલેકટર આર.આર.બોરડ દ્વારા સુરતના કૃષિ પંચ મામલતદારને સુચના આપીને રાજેશ બાલકિશન પોદ્દાર, સંજય બાલકિશન પોદ્દાર તથા બાલકિશન પોદ્દારે સુરતના રૂઢ, ભરથાણા- વેસુ અનેે સરસાણામાં ખેતીની મોકાની જમીન ખરીદી હોવાથી આ જમીનમાં ગણોતધારાની કલમ ૮૪ (સી) હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશ બાદ કૃષિ પંચ મામલતદારે આ ત્રણેય જમીનો અંગેે પોદ્દાર બંધુ અને પરિવારજનોને નોટીસ ફટકારી આ જમીન સરકાર હસ્તક કેમ દાખલ ન કરવી? એનો ખુલાસા સાથેે ખેડૂત ખાતેદારના પુરાવા રજુ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ સાથે જ ખેડૂત ખાતેદારોના પુરાવા રજુ કરવાની તક આપીને આગામી દિવસોમાં સુનાવણી રખાઈ છે.

કલકટરાલયના સુત્રોના જણાવ્યા અનુસાર સુનાવણી દરમ્યાન ખેડૂત ખાતેદારના પુરાવા રજુ નહીં કરે તો આ ચારેય ખેતીની જમીનો સરકાર હસ્તક દાખલ કરી દેવાશે. વધુમાં આ ચારેયે ભરથાણા, વસુ, રૂઢ અને સરસાણામાં મોકાની જમીનો છે. અને આ ચારેય જમીનોનો હાલ અંદાજીત બજાર કિંમત રૂા.૩પ૦ કરોડથી વધારે થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.