Western Times News

Gujarati News

ગુજરાતમાં એક બજાર, એક દેશ, એક માર્કેટની વેબસાઈટનું લોન્ચીંગ

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા બેંગ્લોર સ્થિત એક બજાર, એક દેશ, એક માર્કેટની વેબસાઈટનું લોન્ચીંગ ગુજરાતમાં જીસીસીઆઈ GCCI  અને એસએમઈ ચેમ્બર ઓફ ઈન્ડિયાના પ્રમુખના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

સુબ્રમન્ય ઈન્પોટેક પ્રાઈવેટ લીમીટેડના એમ.ડી. ઉષા નંદાએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યુ હતું કે જ તમામ પ્રકારના ધંધામાં ખરીદનાર અને વેચનારને જાેડતી કંપની છે, દરેક રાજ્યમાં ધંધો કરતા વેપારી પોતાની જ ભાષામાં કે બીજી ભાષાના વ્યક્તિ સામે ભારતભરમાં તથા ૧૭૫ દેશોમાં ૧.૭૫ કરોડથી વધુ ખરીદનાર અને વેચનાર સાથે સરળતાથી પોતાનો વ્યાપાર ઘેર બેઠા બેઠા કરી શકે છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે બીજા બજારના પ્લેટફોર્મ પર લેવાતી ફી કરતા અમારી ફી સૌથી ઓછી છે. આ ઉપરાંત અમે કોઈપણ બે વ્યક્તિ વચ્ચેના વેપારમાંથી કોઈપણ કમિશન નથી લેવા. અમારી કંપની ekbazaar.com માં ૨૫ થી પણ વધુ કેટેગરીના વ્યાપારીઓ જાેડાયા છે.

એકબજાર.કોમમાં પ્રારંભિક ધોરણે સૌને પોષાય અને તેઓને અમારા પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ મલે તે અંતર્ગત હાલમાં ફ્રી ટ્રાયલ આપવાના છે પછી, ખેડુતો માટે રૂા. ૧૦૦/-, કારીગરી વર્ગ માટે રૂા. ૧૫૦/-, અને એસ એમ ઈ માટે રૂા.૨૫૦/- માસિક ફી નું ધોરણ રાખવામાં આવ્યુ છે.

એકબજાર.કોમ પર ફાઈનાન્સીયલ એનાલીસ્ટ સહિત ફાર્મા, ટેક્ષટાઈલ્સ જેવા મહત્વના વ્યાપારી પેઢીઓના સમુહે પણમાં તેમની વ્યાપારીક માહિતી અપલોડ કરી શકે છે. આ ઉપરાંત આગામી વર્ષમાં અમો મુંબઈ (મહારાષ્ટ્ર), રાજસ્થાન, યુ.પી. અને તામિલનાડુમાં પણ અમારા વ્યાપારનો વ્યાપ વધારવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.