ઈમરાને પોતાને કાશ્મીરીઓના બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કર્યા

કરાંચી, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં ફરી એક વખત પીએમ મોદી અને આરએસએસ પર નિશાન સાધ્યુ છે. ઈમરાખાને બણગા ફૂંકીને પોતાને કાશ્મીરીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ ઘોષિત કરી દીધા છે.
પાક અખબારના અહેવાલ પ્રમાણે ઈમરાખાને કહ્યુ હતુ કે, ભાજપ અને આરએસએસની વિચારધારા ભારતના પોતાના માટે ખતરો છે. કારણકે આ વિચારધારા મુસ્લિમ સિવાયની બીજી લઘુમતીઓને પણ ટાર્ગેટ કરે છે. તેમને સમાન નાગરિક નથી માનતા. જ્યારથી જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવાઈ છે ત્યારથી અહીંયા અત્યાચારો વધી ગયા છે. કાશ્મીરીઓના સંઘર્ષમાં પાકિસ્તાન તેમની સાથે છે.