Western Times News

Gujarati News

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવશે -ICMRને આશંકા

Files Photo

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હજી પૂરી થઈ નથી, કે ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં રાહત અને હિલ સ્ટેશનમાં ઝડપથી વધી રહેલી ભીડ જાેઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે બધું સામાન્ય થઈ ગયું છે, પરંતુ તે એવું નથી. લોકોની બેદરકારીને લીધે દેશની પરિસ્થિતિ ઝડપથી કથળી રહી છે.

ઘણા રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ ( આઇસીએમઆર)ના મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે

કે કોવિડ -૧૯ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં જ ભારતમાં આવશે. તેનો અંદાજ એવો લાગવાયો છે કે તે સમયે દરરોજ આશરે ૧ લાખ કેસ સામે આવશે.
ત્રીજી લહેરની ચેતવણી આપતા, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડિવિઝન ઓડ એપિડેમીયોલોજી એન્ડ કમ્યુનિકેબલ વિભાગના વડા ડો. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, જાે વાયરસ આગળ વધુ બદલાતો નથી,

તો તે પ્રથમ લહેરની સમાન હશે, પરંતુ જાે વાયરસ તેના સ્વરૂપમાં ફેરફાર કરે છે, તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે આવનારી લહેર બીજી લહેરની જેમ વિનાશક નહીં બને. પ્રોફેસર પાંડા માને છે કે નીચો વેક્સિનેશનનો દર અને લોકડાઉનમાં છૂટના કારણે કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ શકે છે.

કોરોનાની ત્રીજી લહેરના જાેખમનો અંદાજાે લગાવવા માટે ઇપીરીયલ કોલેજ લંડન અને આઈસીએમઆરએ ગાણિતિક મોડેલોનો આશરો લીધો છે. પ્રોફેસર પાંડાએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે એવું કહી શકીએ કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું હતું કે જાે ત્રીજી લહેરને રોકવી હોય તો લોકોએ આજથી જ લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચવું જાેઈએ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો.

પ્રોફેસર પાંડાએ સ્વીકાર્યું કે ભારતને વ્યૂહાત્મક વેક્સિનેશન અભિયાનની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સમય દરમિયાન મુસાફરી શક્ય તેટઌ ઓછી કરવી જાેઈએ. પાંડાએ જણાવ્યા અનુસાર વેક્સિન લેવાથી જ સંક્રમણના દરને ઘટાડી શકાય છે અને ત્રીજી લહેરનું જાેખમ પણ ઓછું થઈ શકે છે.

ચિંતાની વાત એ પણ છે કે છેલ્લા ૨૫ દિવસથી દેશમાં કોરોના સંક્રમણના નવા કેસો લગભગ સ્થિર છે. એટલે કે, તેટલા કેસ નોંધાઈ રહ્યા છે, તેની સંખ્યા કરતાં થોડા ઓછા કે વધુ દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે. ૨૩ જૂને ૫૪,૩૦૯ કેસ નોંધાયા હતા. આ દિવસે ૬૯ હજારથી વધુ દર્દીઓ પણ સાજા થયા હતા. આ પછી, દરરોજ દર્દીઓની સંખ્યા ૩૭ થી ૪૫ હજારની વચ્ચે રહે છે. લગભગ આટાળી જ સંખ્યામાં દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.