Western Times News

Gujarati News

મુંબઈમાં વરસાદથી ચેમ્બૂર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયીઃ૨૩ નાં મોત

મુંબઇ, મોનસૂનના વરસાદ મુંબઇ માટે ફરી એકવાર આફત સાબિત થઇ રહ્યું છે. ગત સાંજથી જ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા હતાં તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે

ભારે વરસાદના લીધે મુંબઇમાં ૨ અકસ્માત થયા છે. મુંબઇના ચેંબૂરના ભારત નગર વિસ્તારમાં લેંડસ્લાઇડના લીધે ઝૂંપડપટ્ટીની દિવાલ ધરાશાયી થઇ છે. તેની ચપેટમાં ઘણા ઘર આવ્યા છે. અકસ્માતમાં ૨૩ લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડ અનુસાર ૧૬ લોકોને રેક્સ્યૂ કરવામાં આવ્યા છે. ત્યાં હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

વિક્રોલીમાં પણ ભારે વરસાદના લીધે અકસ્માત સર્જાયો છે. વરસાદના લીધે ત્યાં એક ઘર ઢળી પડ્યું છે, જેમાં ૫ લોકોના મોત થયા છે. કેટલાક લોકોને કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. આ ઉપરાંત મુંબઇના નાલાસોપારામાં પણ રસ્તા તળાવ બની ગયા છે. વરસાદના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા છે.

ભારે વરસાદના લીધે લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે કારણ કે રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા છે. ગત ૬ કલાકમાં ૬૦૦ મિલીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ ઘણી જગ્યાઓ પર પાણી ભરાયા છે. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ જાહેર કરી દીધું છે.

મુંબઇના કોલાબામાં ૧૮૧. મિલીમીટર, સાંતાક્રૂઝમાં ૨૨૪.૫ મિલીમીટર, બાંદ્રામાં ૨૦૬.૫ મિલીમીટર, જૂહુમાં ૨૦૫.૫ મિલીમીટર અને રામ મંદિર પાસે ૧૮૭ મિલીમીટર વરસાદ થયો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) કહે છે કે, ભૂસ્ખલનનાં કારણે ચેમ્બરનાં ભારત નગર વિસ્તારમાં કેટલાક ઝૂંપડાઓની દિવાલ ધરાશાયી થતાં ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે અંદર વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે

જેથી મૃત્યુ આંક વધી શકે છે મુંબઇમાં રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચારે બાજુ પાણીનો નજારો જાેવા મળી રહ્યો છે. રસ્તાઓ અને શેરીઓથી લઇને રેલ્વે પાટા સુધી, અહી પાણીનો ભરાવો થયો છે. અહી ઘૂંટણ સુધી ઉંડા પાણી ભરાયા છે. મુશળધાર વરસાદનાં કારણે મુંબઇનાં હનુમાન નગરથી કાંદીવલી વિસ્તાર સુધી પાણી લોકોનાં ઘરોમાં ઘુસી ગયા છે. સવારે પાણી ભરાતા મુંબઇની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાથી ટ્રાફિક અવર-જવર બંધ થઈ ગઈ છે. મુંબઈના સિયોન રેલવે સ્ટેશનનો રેલવે ટ્રેક પાણી ભરાવાથી પુરો ડૂબી ગયો છે. સિયોન વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે મુંબઈમાં વરસાદની ચેતવણી આપી છે. રસ્તાઓ પર ચારે તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.