રાહુલ અને દિશાની ફર્સ્ટ નાઈટમાં મામાએ ડિસ્ટર્બ કર્યા
મુંબઈ: બિગ બોસ-૧૪ ફેમ સિંગર રાહુલ વૈદ્ય તેની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ દિશા પરમાર સાથે ૧૬ જુલાઈએ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ૧૬ જુલાઈ એટલે કે ગયા શુક્રવારે જ રાહુલ અને દિશાએ સંપૂર્ણ રીતિ-રિવાજ અને વડીલોના આશીર્વાદ સાથે સાથ ફેરા લીધા. લગ્ન બાદ રાહુલે તેના દોસ્તો અને સગા સંબંધીઓ માટે ગ્રાન્ડ રિસેપ્શન અને સંગીત સેરેમની પણ યોજી હતી. જેમાં ટીવીના પ્રખ્યાત સ્ટાર્સ પણ સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં તે પોતાની અને દિશાની ફર્સ્ટ નાઈટ કેવી રહી તેનો રમુજી કિસ્સો કહી રહ્યો છે. રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્ન, મહેંદીની રિવાજ, રિસેપ્શન, સંગીત વગેરેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાઇરલ થઈ રહ્યાં છે, પરંતુ રાહુલનો આ વીડિયો તેના અન્ય વીડિયો કરતા ખૂબ જ અલગ છે. કારણ કે આ વીડિયોમાં રાહુલ તેની સુહાગરાત કેવી રહી તેની વાત કરી રહ્યો છે. રાહુલ આ વીડિયોમાં તેની ફર્સ્ટ નાઈટમાં મામાની એન્ટ્રીનો રમુજી કિસ્સો કહેતો નજરે પડી રહ્યો છે.
રાહુલ વીડિયોમાં કહી રહ્યો છે કે અહીં બધા જ મારા પરિવારના લોકો છે. હું મારાં બે કઝીન સાથે પાર્ટી કરી રહ્યો હતો. મેં કહ્યું મારા રૂમમાં આવી જાઓ. મારી પહેલી રાત હતી અને આ લોકો અને મારા મનોજ મામા રૂમમાં આવી ગયા. મેરી પત્નીએ પૂછ્યું કે, આપણાં રૂમમાં બીજુ પણ કોઈ છે કે શું? મેં કહ્યું, હા, આ લીજેન્ડ્રી લોકો આવા જ હોય છે. પછી સવારે આઠ વાગે મારા આવે છે અને મને કહે છે કે, મારૂ જેકેટ અહીં જ રહી ગયું હતું. મેં કહ્યું, મામા રાતે ૧૨ વાગે પણ તમે જેકેટ લઈ જઈ શકતા હતા ને. મારી ઊંઘ બગાડવા માટે તમારો આભાર.