Western Times News

Gujarati News

એક્ટ્રેસ ગહેના વશિષ્ઠ સહિત ત્રણને પૂછપરછ માટે સમન્સ 

કુંદ્રાની કંપનીના ચાર કર્મચારી પોલીસના સાક્ષી બનવા તૈયાર -રાજ કુન્દ્રા સામે કેસ મજબૂત થશે

મુંબઈ, પોર્નોગ્રાફિક ફિલ્મોના નિર્માણના આરોપમાં જેલની હવા ખાઈ રહેલા એક્ટ્રેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે.

એવી જાણકારી મળી છે કે, આ કેસમાં રાજ કુન્દ્રાની કંપનીના જ ચાર કર્મચારીઓ પોલીસના સાક્ષી બનવા માટે તૈયારી બતાવી છે. જાે આવુ થયુ તો રાજ કુન્દ્રા સામે પોલીસનો કેસ વધારે મજબૂત થશે. કુન્દ્રાની ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં તે ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. દરમિયાન એક ન્યૂઝ એજન્સીએ પોલીસના હવાલાથી જાણકારી આપી છે કે, રાજ કુન્દ્રાની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝના ચાર કર્મચારીઓ તેની સામે પોલીસના સાક્ષી બનશે.

દરમિયાન મુંબઈ પોલીસે પોતાની તપાસને આગળ વધારીને આ કેસમાં એક્ટ્રેસ ગહેના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે.

ગહેના વશિષ્ઠને પોર્ન ફિલ્મો બનાવવાના આરોપમાં પહેલા પકડવામાં આવી હતી. હાલમાં તે જામીન પર છે. બીજી તરફ રાજ કુન્દ્રા પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કરી રહ્યા છે. રાજ કુન્દ્રાના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરીને કહ્યુ છે કે, રાજ કુન્દ્રા સામે પાયાવિહોણા આરોપો લગાવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.