Western Times News

Gujarati News

જર્મનીને ૫-૪થી હરાવી ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ટોક્યો: ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય હોકી ટીમે ઈતિહાસ રચી દીધો છે. બ્રોન્ઝ મેડલ માટેના નિર્ણાયક મુકાબલમાં ભારતે જમર્નીને ૫-૪થી હરાવી દીધું છે. એક સમયે ભારત ૩-૨થી પાછળ થઈ ગયું હતું, પરંતુ ભારતે જાેરદાર વાપસી કરતાં પોતાને આગળ કરી દીધું. ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવીને જાેરદાર વાપસી કરતાં ભારતે ૪-૩થી સરસાઈ મેળઇવી લીધી. તેની થોડી મિનિટો બાદ સિમરનજીતે મેદાની ગોલ કરીને સ્કોર ૫-૩ કરી દીધો હતો. ચોથા ક્વાર્ટરમાં જર્મનીના વિંડેફેડરે પેનલ્ટી કોર્નર પર ટીમને ચોથો ગોલ કરી દીધો હતી. જેને કારણે ભારતીય ટીમની સરસાઈ ૫-૪થી જઈ ગઈ હતી.

આ પહેલા ભારતે બીજા ક્વાર્ટરની સમાપ્તિ પર મુકાબલાને ૩-૩થી બરાબરી પર લાવી દીધો હતો. ભારતને ૪૧ વર્ષ બાદ હોકીમાં મેડલ મળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલમાં જર્મનીએ ખૂબ જ આક્રમક શરૂઆત કરી. બીજી મિનિટમાં જ જર્મનીના ઉરૂજે ગોલ કરી ટીમને ૧-૦થી સરસાઈ અપાવી દીધી. પહેલા ક્વાર્ટર સુધી જર્મનીની ટીમ ૧-૦થી આગળ હતી. ૧૭મી મિનિટમાં સિમરનજીત સિંહે ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબર કરી દીધો. ત્યારબાદ જર્મની તરફથી ૨૪મી મિનિટમાં નિકોલસ વેલને અને ૨૫મી મિનિટમાં બેનિડિડ ફુર્કેએ ગોલ કરીને ટીમને ૩-૧થી સરસાઈ અપાવી હતી. બે ગોલથી પાછળ થયા બાદ ભારતીય ટીમે જાેરદાર વાપસી કરી. ૨૭મી મિનિટમાં હાર્દિક સિંહે કોર્નર રોક્યા બાદ શાનદાર ગોલ કર્યો. બાદમાં ૨૯મી મિનિટમાં હરમનપ્રીતે ગોલ કરીને સ્કોર ૩-૩થી બરાબર કરી દીધો. બીજા ક્વાર્ટરમાં કુલ ૫ ગોલ થયા. ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમે અટેક ચાલુ રાખ્યો.

૩૧મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોક પર રુપિંદરપાલ સિંહે ગોલ કરીને સ્કોર ૪-૩ કરી દીધો. ૩૪મી મિનિટમાં સિમરનજીતે પોતાનો બીજાે ગોલ કરી સ્કોર ૫-૩ કરી દીધો. ત્રીજા ક્વાર્ટર બાદ ભારતની પાસે ૫-૩ની સરસાઈ હતી. નોંધનીય છે કે, ભારતીય પુરુષ હૉકી ટીમને સેમીફાઇનલમાં હાર મળી હતી. વર્લ્‌ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને ૫-૨થી હાર આપી હતી. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થઈ હતી જેમાં જર્મનીને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બ્રોન્ઝ મેડલ માટે ભારત અને જર્મનીની ટક્કર થઈ હતી

જેમાં જર્મનીને હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ પર કબજાે કરી લીધો છે. ભારતીય હૉકી ટીમને છેલ્લે ૧૯૮૦માં મેડલ મળ્યો હતો. એ વખતે ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. જાેકે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને વધારે બ્રૉન્ઝ મેડલ મળ્યા છે. આ પહેલા ટીમે ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૮, ૧૯૫૨, ૧૯૫૬, ૧૯૬૪ અને ૧૯૮૦ના વર્ષમાં ગોલ્ડ જીત્યો હતો. ૧૯૬૦માં સિલ્વર, ૧૯૬૮ અને ૧૯૭૨માં બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.