Western Times News

Gujarati News

હાજીપુરા ગાર્ડનમા તૈયાર કરવામાં આવેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું

પ્રતિકાત્મક

નારી ગૌરવ દિવસ નિમિત્તે વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ અમદાવાદના હાજીપુરા ગાર્ડનમા તૈયાર કરવામાં આવેલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમા આઇ.સી.ડી.એસ ઘટક-૧૦ અંતર્ગત ઘોડાગાડીના ડહેલા પાસે,

હાજીપુરા વિસ્તારમાં આવેલા જશુમતીબહેન ચીમનલાલ બારોટ ઉદ્યાનમાં આંગણવાડી બનાવવામાં આવી છે. જેનું પ્રજાર્પણ આજ રોજ મંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના બાળકો માટે આધુનિક સગવડતાઓથી સજ્જ અને સુવિધા સભર વાતવરણમાં પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.