સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં “સ્વર્ણિમ સ્ટાર્ટઅપ સ્પેસ” ઉદ્ઘાટન

ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના વરદ હસ્તે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર ના સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન સેન્ટર અંતર્ગત “સ્વર્ણિમ સ્ટાર્ટઅપ સ્પેસ” ઉદ્ઘાટન કરવામાં આવ્યું”.
શિક્ષણ મંત્રી દ્વારા ભારતની સૌ પ્રથમ યુનિવર્સિટી જેમાં કાર્યરત આત્મનિર્ભર દિવ્યાંગ સેલ તેમ જ વુમન સેલ, સ્ટાર્ટઅપ કેફે અને ઓક્સીજન પ્લાન્ટ ની મુલાકાત કરાઈ.
ગુજરાતના સ્ટાર્ટઅપ એન્જીનને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સીટી, ગાંધીનગર દ્વારા ઇન્કયુબેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું ઉદ્ઘાટન રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે તાજેતર માં કરવામાં આવેલ હતું.
દીપ પ્રાગટ્ય અને ભાવપૂર્વક નું અભિવાદન વિધિ બાદ શિક્ષણ મંત્રી શ્રી એ સ્વર્ણિમનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને સંબોધતા જણાવ્યું હતું કે, “ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સીટીની મુલાકાત લેવાનો મને આનંદ છે અને ઉદ્યોગસાહસિક્તાને વેગ આપવાના પ્રયોજનથી શરુ કરવામાં આવેલ આ ઇન્કયુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન મારા હસ્તે થયું તેનો મને ગર્વ છે.”
શિક્ષણ મંત્રી શ્રી એ વધુ માં જણાવ્યું કે “ગુજરાતના યુવાનો રોજગાર શોધવાના બદલે દેશ અને દુનિયાના યુવાનો માટે રોજગારી ઉભી કરે તે દિશામાં આ એક પ્રશંસનીય પગલું છે”. યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈનને બિરદાવતા મંત્રી શ્રી જણાવે છે કે, “સ્વર્ણિમ યુનિવર્સીટી દ્વારા શરુ કરવામાં આવેલ દિવ્યાંગ આત્મનિર્ભર સેલ અને મહિલા ઉદ્યોગસાહસિકતા સેલ માનનીય પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ નીવડશે.”
શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે દિવ્યાંગો ના વિકાસ, આત્મસન્માન અને તેઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા જે સંવેદનશીલ અને હિતલક્ષી પહેલ કરવામાં આવી છે તેનું ખુબ ગૌરવભેર સ્વાગત કર્યું હતું અને યુનિવર્સિટી ના તમામ સભ્યો ને સુભેજછા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરવા યુનિવર્સીટી એ અપંગ માનવ મંડળના દિવ્યઅંગ વિદ્યાર્થીઓને ખાસ આમંત્રણ આપેલ હતું. સ્વર્ણિમ યુનિવર્સિટી એ અપંગ માનવ મંડળ સાથે એમઓયુ કરેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનો ને એમ્પ્લોયમેન્ટ સ્કિલ્સ, તાલીમ અને વિકાસલક્ષી પગલાંઓ, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ સપોર્ટ, ઇનોવાટિવ આઈડિયાઝ ને સફળ બિઝનેસ મોડેલ સુધી વિકસાવવા સુધી ની તમામ સહાય વિગેરે છે.
વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપની સરળ વ્યાખ્યા સમજાવતા માનનીય શિક્ષણ મંત્રી શ્રી એ કહ્યું કે, “સમસ્યાનો સુવિધા સાથે ઉકેલ એટલે સ્ટાર્ટઅપ”. ગુજરાતમાં સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓનો ‘અસાધારણ વિકાસ’ થઇ રહ્યો છે અને યુવાનો માટે ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે તથા છેલ્લા બે વર્ષો થી ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપ ક્ષેત્ર માં પહેલા નંબર પર છે અને આ વર્ષે પણ ગુજરાત એ દેશના તમામ રાજ્યો માટે પ્રેરણા રૂપ સાબિત થશે એવો મને વિશ્વાસ છે, તેવું શિક્ષણ મંત્રી શ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ શ્રી રિષભ જૈને માહિતી આપી હતી કે સ્ટાર્ટઅપ પ્રવૃત્તિઓને જોઈતી તમામ સહાય પૂરી પાડવા યુનિવર્સીટી કટિબદ્ધ છે અને આ દિશામાં નક્કર પગલાં લેતા અમોએ બડા બિઝનેસના સ્થાપક શ્રી વિવેક બિન્દ્રા સાથે પણ હાથ મિલાવ્યા છે જેના થી ભવિષ્યમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ એન્ટ્રપ્રિન્યર ક્ષેત્ર માં પોતાનો વિકાસ સફળતાપૂર્વક હાસિલ કરી શકે અને દેશમાં એમ્પ્લોયમેન્ટ ની તકો ઉભી કરી શકે.
મંત્રી શ્રી એ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ સેલ માં કાર્યરત એન્જિનિરીંગ અને કોર એન્જિનિરીંગ લેબ, હેલ્થ કેર લેબ, ડિઝાઇન લેબ, પ્રોટોટાઇપ લેબ, એપલ લેબ, આઇઓટી (IOT ) લેબ, 3D પ્રિન્ટિંગ લેબ, સ્ટાર્ટઅપ કેફ ની મુલાકાત લીધી હતી. આ બધી સુવિધા બડિંગ એન્ટ્રપ્રિન્યર, સ્ટાર્ટઅપ મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે સફળતા પૂર્વક બિઝનેસ આગળ ધપાવવા માટે સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવી છે.
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ સ્પેસ એ એક સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ને સપોર્ટ કરતું એક અત્યાધુનિક , મોડર્ન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું ઉત્તમ ઉદાહરણ છે જે જરૂરી રિસર્ચ લેબ્સ, ઉપકરણો અને સ્ટાર્ટઅપ કેફે દ્વારા એક અનોખું ક્લચર ઉભું કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ ને સ્ટાર્ટઅપ અને એન્ટ્રપ્રિન્યર માં આગળ વધવા માટે ૨૪ કલાક તમામ જરૂરી સવલતો ઉપસ્થિત છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઇનોવાટિવે આઈડિયાઝ ચર્ચા કરી શકે, બૂક્સ વાંચી શકે તે માટે કેફે માં લાયબ્રેરી એસ્ટાબ્લિશ કરાઈ છે, ઇન્ડસ્ટ્રી મેન્ટોર્સ સાથે માર્ગદર્શન મેળવી શકે, લીગલ અને કંપની ફોરમેશન માટે તથા પેટન્ટ અને નાણાકીય સહાય આ તમામ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ દ્વારા મેળવી શકે છે.
સ્વર્ણિમ ડિઝાઇન કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને તેમનું ૧૩ લેયર વાળું એક ડિજિટલ પેઇન્ટિંગ ભેંટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. યુનિવર્સીટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોવોસ્ટ શ્રી આદિ જૈન તથા શ્રી કાર્તિક જૈન એ શિક્ષણ મંત્રી શ્રી નું ફૂલહાર અને સાલ ઓઢાડી માનભેર સમ્માન આદરવામાં આવ્યું હતું. યુનિવર્સીટીની વિદાય લેતા વખતે મંત્રીશ્રી એ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત બેટરી સંચાલિત ઓટોની સવારી માણી હતી તથા આ અનોખા પ્રયાસ ને બિરદાવ્યો હતો.
માનનીય શિક્ષણ મંત્રી શ્રી એ સ્વર્ણિમ યુનિવર્સિટી માં સ્થાપિત થયેલ ૫૦૦૦ લીટર ક્ષમતા ધરાવતો ઓક્સીજન પ્લાન્ટ ની મુલાકાત લીધી હતી અને યુનિવર્સિટી ના મેનેજમેન્ટ દ્વારા પ્રજાલક્ષી હિત માં લેવામાં આવેલા આ ઉમદા પગલાં ને ખુબ આવકાર્યો હતું.