Western Times News

Gujarati News

તાલિબાન કેમ્પ પર અમેરિકી વાયુસેનાના હવાઈ હુમલામાં 200 આતંકીઓ ઠાર

File

શેબરધનમાં ૨૦૦થી વધુ આતંકીઓ ઠાર – હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તાલિબાનના હથિયાર- દારૂગોળા સહિત ૧૦૦થી વધુ વાહનો પણ નષ્ટ થયા છે

કાબુલ,  અમેરિકી વાયુસેનાએ જાવજાન પ્રાંતના શેબરધન શહેરમાં તાલિબાનના કેમ્પો પર હવાઈ હુમલો કર્યો છે. અફઘાન રક્ષા મંત્રાલયના અધિકારી અનુસાર, આ દરમિયાન તાલિબાનને મોટુ નુકસાન થયું છે. શેબરધન શહેરમાં વાયુસેનાએ તાલિબાનની સભાઓ અને ઠેકાણાને બી-૫૨ બોમ્બવર્ષકથી નિશાન બનાવ્યા,

જેમાં આતંકવાદી સંગઠનના લગભગ ૨૦૦ સભ્ય માર્યા ગયા છે. અફઘાન રક્ષા મંત્રાલયના એક અધિકારી ફવાદ અમને ટ્‌વીટ કર્યુ- આજે સાંજે વાયુ સેનાએ તાલિબાનની સભા અને ઠેકાણાને નિશાન બનાવ્યા. અમેરિકી વાયુ સેનાના હવાઈ હુમલાને કારણે આતંકવાદીઓને ભારે નુકસાન તયું છે. શેબરધન શહેરમાં ૨૦૦થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ સિવાય હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તેના હથિયાર- દારૂગોળા સહિત ૧૦૦થી વધુ વાહનો પણ નષ્ટ થયા છે.

આ પહેલા એક પાકિસ્તાની રાષ્ટ્રીય આતંકવાદીને ગજની પ્રાંતીય કેન્દ્રના બહારના વિસ્તારમાં અફઘાન દળોએ ધરપકડ કરી હતી. તે આતંકવાદી ગતિવિધિઓ અને નાગરિકોની હત્યામાં સામેલ હતો. સરકારી દળોની સાથે સપ્તાહના હિંસક ઘર્ષણ બાદ ઉતરી અફઘાનિસ્તાનમાં જાવજાન પ્રાંતની રાજધાની પર તાલિબાને પોતાનો કબજાે જમાવી લીધો.

અફઘાન સમાચાર એજન્સીએ જણાવ્યું કે રણનીતિક શહેર શેબરધન છેલ્લા બે દિવસથી તાલિબાનને અધીન થનારી બીજી પ્રાંતીય રાજધાની છે.

સ્થાનીક સાંસદોએ જાવજાનાં સુરક્ષા સ્થિતિ માટે અફઘાનિસ્તાન સરકારને જવાબદાર ઠેરવી અને કહ્યું કે, તે આ મામલા પ્રત્યે ઉદાસીન રહી છે. મીડિયા રિપોર્ટમાં શુક્રવારે કહેવામાં આવ્યું કે જાહેર વિદ્રોહી દળોના ૧૫૦ સભ્ય જમીન પર અન્ય દળની મદદ માટે શેબરધન પહોંચ્યા છે. તાલિબાને શુક્રવારે દક્ષિણી-પશ્ચિમી અફઘાનિસ્તાનમાં નિમરોજ પ્રાંતની રાજધાની પર કબજાે કરી લીધો.

શુક્રવારે અફઘાનિસ્તાન પર યૂએનએસસીની બેઠકમાં સભ્ય દેશોએ ખરાબ થતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને રાજનીતિક સમાધાન શોધવાનું આહ્વાન કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.