Western Times News

Gujarati News

રાજ્યમાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ

Longest elivated flyover in Gujarat Deesa

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસ દિવસ નિમિત્તે  બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરને રૂ. ૨૫૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ ૩.૭ કિ.મી.ના રાજ્યમાં સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની ભેટ મળી છે.

દિલ્હીથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે આ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તથા દિલ્હીથી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીશ્રી નીતિનભાઇ ગડકરી જાેડાયા હતાં.

બનાસકાંઠા જિલ્લાની પ્રજાની સુખાકારી માટે વિકાસનો જાેડતો આ ઓવરબ્રિજ તૈયાર થવાથી કચ્છથી રાજસ્થાન સુધી તથા કંડલાપોર્ટ, મુંદ્રાપોર્ટ તેમજ દેશની સુરક્ષા માટે સરહદનો જાેડતો ભારત દેશનો પ્રથમ ૧૦૭ સીંગલ પિલ્લર ધરાવતો એલીવેટેડ બ્રિજ આ વિસ્તારની પરિવહન સુવિધામાં વધારો કરશે.

વડાપ્રધાનને શરૂ કરેલી વિકાસયાત્રા તેજ ગતિએ આગળ વધી રહી છે : સંસદસભ્ય

બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તા. ૧ લી થી ૯ મી ઓગષ્ટ સુધી રાજ્યમાં અનેક વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત થઇ રહ્યાં છે.

આજે વિકાસ દિવસ નિમિત્તે ડીસાના મધ્યમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. ૨૭ ઉપર રૂ. ૨૫૦ કરોડની માતબર રકમથી તૈયાર કરાયેલ રાજ્યના સૌથી લાંબા એલીવેટેડ ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના વરદહસ્તે તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્ર નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના સહયોગથી રાજય સરકારે ગુજરાતને રેલ્વે ફાટક મુક્ત બનવવાની દિશામાં અભિયાન આદર્યુ છે જેનાથી સમય અને નાણાંની બચત થશે તેમ તેમણે જણાવ્યું હતું.

ડીસા હાઈવે અકસ્માત નિવારણ સમિતિના ર૮ વર્ષોના પ્રયત્નો ફળ્યા…છેલ્લા ર૮ વર્ષથી વધુ સમયથી ડીસાની હાઈવે અકસ્માત નિવારણ સમિતિ દ્વારા ઓવરબ્રીજની માંગણી કરવામાં આવતી હતી

અને તેના માટે સતત પ્રયત્નશીલ સમગ્ર સમિતિ અને પ્રમુખ ડો.સી.કે.પટેલ અને મંત્રી હસમુખભાઈ વેદલીયાની વારંવારની સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સમક્ષ રજૂઆતના કારણે આખરે વર્ષો બાદ ડીસાનું ઓવરબ્રીજનું સપનું સાકાર થયું અને આ પુલના કારણે અકસ્માતોની વણઝાર થંભશે અને કોઈના લાડકવાયા કે ઘરના આધારસ્તંભ હવે અકસ્માતનો ભોગ નહીં બને.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં વિકાસના કામો ખુબ તેજ ગતિથી થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં સૌથી મોટા ડીસા ઓવરબ્રિજનું કામ ખુબ ઝડપથી અને કોરોનાકાળમાં પણ સમયમર્યાદામાં પૂર્ણ થયું છે.

જેનાથી માત્ર ડીસા શહેર જ નહીં, સમગ્ર બનાસંકાંઠા જિલ્લો અને રાજસ્થાન જતા લોકોને પણ સારી સુવિધા મળશે. ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે, આજે ડીસા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે,

ડીસા શહેરમાં દેશના સૌથી મોટા એલિવેટેડ ઓવરબ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સમગ્ર હિન્દુસ્તાનમાં ૧૦૭ પિલ્લર ધરાવતો આ સૌથી મોટો બ્રિજ છે.

આ ફલાય ઓવર બ્રિજ બનવાથી ડીસા શહેરને ટ્રાફીકની સમસ્યાથી છુટકારો મળશે અને અવાર-નવાર થતાં અકસ્માતો નિવારી માનવ જિંદગી બચાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.