Western Times News

Gujarati News

ગીરનાર રોપ-વેમાં નીરજ નામના કોઇ પણ વ્યક્તિને મફત સવારી

નીરજ ચોપડાએ ઇતિહાસ રચ્યો છે કંપનીની જાહેરાત-૨૦ ઓગસ્ટ સુધી રોપ-વેમાં ફ્રીમાં મુસાફરી કરી ગીરનાર ક્ષેત્રના ધાર્મીક સ્થાનોના દર્શન કરી આનંદ માણી શકે છે

જુનાગઢ,  ભારતીય જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ ઇતિહાસ રચી દીધો છે. તેમણે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. નીરજના ભાલાએ ૮૭.૫૮ મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ પર કબજાે કરી લીધો. ભારતને ઓલમ્પિકમાં લાંબા સમય બાદ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજના ઉપર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે જુનાગઢ ગીરનાર રોપ-વે પણ એક મોટી જાહેરાત કરી છે.

જુનાગઢ ગીરનાર રોપ – વે ( ઉષા બ્રકો કંપની ) ખુશી વ્યકત કરતા આજે એક મોટી જાહેરાત કરી હતી. જેમા રોપ – વે કંપની ના અધિકારી દીપક કપલીસે નીરજ ચોપરાએ ઓલમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે એશિયાનો સૌથી ઊંચો અને લાંબો ગીરનાર રોપ – વેમાં નીરજ નામના કોઇ પણ વ્યક્તિને રોપ – વે ની સફર ફ્રી કરી દેવામાં આવી છે.

નીરજ નામના કોઇ પણ વ્યક્તી ૨૦ ઓગસ્ટ સુધી રોપ – વે મા ફ્રી મા મુસાફરી કરી ગીરનાર તીર્થ ક્ષેત્રના ધાર્મીક સ્થાનોના દર્શન કરી અને રોપ – વેનો આનંદ માણી શકે છે. આજે ઉષા બ્રેકો કંપની ગીરનાર રોંપ – વે નું સંચાલન કરે છે, ત્યારે દેશ નું ગોરવ વધારનાર નીરજ ચોપરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

ઓલમ્પિક રમતો માં આ ભારતનો ૧૩ વર્ષ બાદ પ્રથમ ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડા પહેલાં બીજિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજાે વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં ૮ ગોલ્ડ મેડલ જીત્યા છે.

ટોક્યો ઓલમ્પિકમાં ભારત અત્યાર ૨ સિલ્વર અને ૪ કાંસ્ય સહિત કુલ ૬ મેડલ જીતી ચૂકી છે. ભારત તરફથી મીરાબાઇ ચાનૂ (વેટ લિફ્ટિંગ) અને રવિ દહિયા (કુશ્તી)એ સિલ્વર મેડલ જીત્યો છે. તો બીજી તરફ પીવી સિંધુ, બજરંગ પૂનિયા, લવલીના અને ભારતીય હોકી ટીમે ભારત માટે બ્રોન્જ જીત્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.