Western Times News

Gujarati News

મોસ્ટ વોન્ટેડ બુટલેગર રમેશ માઈકલને પોલીસે ઝડપ્યો

પ્રતિકાત્મક

દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કરી દેવાયુંઃ વલસાડ એલસીબીની ટીમને વધુ તપાસ સોંપવામાં આવી છે

વલસાડ,  વલસાડ જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર રમેશ માઈકલને વાપી પોલીસે ભીલાડના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે.

દારૂની હેરાફેરીના ચારથી વધુ કેસમાં રમેશ માઈકલ વોન્ટેડ હતો. વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ મથકે પકડાયેલા એક દારૂના કેસમાં રમેશ માઈકલનું નામ ખુલતા વલસાડ પોલીસે દમણ ભીમપોર ખાતે આવેલા રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં વલસાડ પોલીસને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે તાત્કાલિક દમણ એક્સાઇઝની ટીમને જાણ કરી દમણ ભીમપોર ગોડાઉનમાં લાખો રૂપિયા દારૂના જથ્થાની એક્સાઇઝ ચોરી થતા અટકાવી ૨૦ લાખથી વધુના દારૂના જથ્થા સાથે ગોડાઉન સિઝ કર્યું હતું. વાપી ટાઉન પોલીસ અને વાપી ની ટીમને મળેલી બાતમીના આધારે ભીલાડમાં આવેલા રમેશ માઈકલના ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો. વલસાડ ટીમને વધુ તપાસ સોંપવામાં આવી છે.

વલસાડ જિલ્લા પોલીસે દમણ થી વલસાડ જિલ્લામાં આવતા તમામ મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકીંગ હાથ ફર્યું હતું. જેમાં એક બરફ લઈને જતી પિયાગો રિક્ષામાં બનાવેલા ચોર ખાનામાંથી ૨૫ હજારના દારૂના જથ્થા સાથે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો.

વલસાડ પોલીસે આરોપીની પૂછપરછ કરતા પિયુષ નામના ઈસમ પાસેથી માલ લીધો હોવાનું પોલીસની ટીમને જાણવા મળ્યું હતું. જે કેસમાં વાપી પોલીસે પીયૂષને સાથે રાખી દારૂનો જથ્થો ભરાવી અપનારની તપાસ હાથ ધરતા દમણના લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું.

વલસાડ વાપી ટાઉન પોલીસે આરોપી પીયૂષને સાથે રાખીને દમણના ભીમપોર ખાતે માઈકલના ગોડાઉન ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૬૮૬ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાપી પોલીસે માઈકલના ગોડાઉનમાં અંદાજે ૨૦ લાખથી વધુનો દારૂનો જથ્થો એક્સાઇઝની ટીમની મદદ વડે જપ્ત કર્યો હતો. અને રમેશ માઈકલને વોન્ટેડ જાહેર કર્યો હતો. રમેશ માઈકલ ઉપર આ પહેલા ઇડીની રેડ પડી હતી જેમાં ૨ .૪ કરોડ દારુ અને લક્ઝરિયસ કારના કાફલા માટે રેડ કરી હતી. જેના થી આં બુટલેગર કેટલો મોટો છે તેની જાેવા જેવું છે અને ગુજરાત પોલીસ માટે આ કેટલો મોટું માથું અને મોટા ગજાનો બુટલેગર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.