Western Times News

Gujarati News

સીતારમણે કહ્યું અટકેલાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે અલગથી વિન્ડો બનશે

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ છે અને દેવાળુ ફૂંકાયેલા નથઈ તેમને પૂરા કરવા માટે સ્પેશ્યલ વિન્ડોની મદદ આપવામાં આવશે. તેના માટે અલગથી ફન્ડ બનાવવામાં આવશે. હાઉસિંગ અને બેન્કિંગ સેક્ટરના એક્સપર્ટ તેનું સંચાલન કરશે. સરકાર તેના માટે 10 હજાર કરોડ રૂપિયા આપશે અને લગભગ આટલી જ રકમ અન્ય રોકાણકારો આપશે.

નાણાંમંત્રીની ખાસ વાતો 25 લાખ સુધીના ટેક્સ ડિફૉલ્ટર પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીની મંજૂરી લેવી પડશે મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે છે વિદેશી રોકાણમાં વૃદ્ધિ થઇ છે.  વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે ઘર ખરીદનાર અને ટેક્સ રિફોર્મ પર ફોકસ ઇનકમ ટેક્સમાં ફેસલેસ એસેસમેન્ટ શરુ થશે.

તેના માટે નોટિફિકેશન જાહેર થયું છે ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ રહી છે નાના કરદાદાઓ પર ઇનકમ ટેક્સમાં કોઇ ખામી રહેવા પર કાર્યવાહી નહિ થાય 25 લાખ રૂપિયાથી નીચેના ટેક્સ વિવાદ પર કોલોજિયમની મંજૂરી લેવી પડશે કમ્પાઉન્ડિંગ માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે નિકાસ વધારવા માટે બદલાવ કરવામાં આવ્યા છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં MEIS 31 ડિસેમ્બરથી ખતમ થશે, નવી પોલિસી 2020થી લાગૂ થશે વિદેશી રોકાણમાં વૃદ્ધિ થઇ છે

ઇનપુટ ટેક્સ ક્રેડિટનું સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક રીતે રિફન્ડ કરવામાં આવશે નિકાસને પ્રોત્સાહન આપવા માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ- નાણાંમંત્રી ભારતમાં દુબઇમાં યોજાય છે તેવા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવશે જેથી નિકાસને વધારી શકાય. અફોર્ડેબલ હાઉસિંગ માટે RBI સાથે ચર્ચા કર્યા બાદ ECB ગાઇડલાઇનમાં છૂટ આપવામાં આવશે જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર લેનારા નાગરિકોને સુવિધા મળે. ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર વિના કોઇ કમ્યુનિકેશન માન્ય નહિ હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.