Western Times News

Gujarati News

બિઝનેસમેને અંબાજીમાં કર્યું 1 કિલો સોનાનું દાન

Ambaji Temple, Gujarat

આજે ભાદરવી પૂનમ છે અને આ દિવસે બનાસકાંઠામાં આવેલ અંબાજી શક્તિપીઠમાં ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. ભાદરવી પૂનમ હોઈ યાત્રાધામ અંબાજી મંદિરનાં દર્શન-આરતીના સમયમાં સાત દિવસ માટે ફેરફાર થયો છે. શનિવાર 14 સપ્ટેમ્બર સુધી નવો આરતી અને દર્શનનો સમય યથાવત્ રહેશે. આરતીનો સમય 6.15થી 6.45 કરાયો છે. તો સાંજની આરતીનો સમય 7.૦૦થી 19.30 કરાયો છે. માતાજીનાં દર્શન સવારે 6.45થી 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે 12.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, સાંજે 7.30 થી લઈને 1.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

આ દરમિયાન અંબાજીમાં એક ભક્તે 1 કિલો સોનાનું દાન કર્યું છે. નવનીત શાહ નામના ભક્તે 1 કિલો સોનું મા અંબેના ચરણોમાં અર્પણ કર્યું છે. આ 1 કિલો સોનાની કિંમત રૂ.31.96 લાખ રૂપિયા છે. છેલ્લા 4 વર્ષથી માઈ ભક્ત આપે માના ચરણોમાં સોનું દાન કરી રહ્યા છે.

આજે પણ સવારથી અવિરતપણે માતાજીના રથ અને 52 ગજની ધજાઓ લઇ પદયાત્રીઓ મંદિર તરફ ધસી રહ્યા છે. સમગ્ર મેળામાં શ્રદ્ધાળુઓનો આંકડો 25 થી 30 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે. જે નિઃશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.