Western Times News

Gujarati News

૩પ લાખની લોટરી લાગ્યાનું કહી મહિલાના ૪.પ૦ લાખ ખંખેર્યા

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ નગરમાં એક ૪૦ વર્ષીય મહિલાને પાંચ જેટલા ઈસમોએ વિશ્વમાં લઈ મોબાઈલ ફોન પર ફોન કરી મહિલાને જીઓ નંબર પર ૩પ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી મહીલા પાસેથી અલગ અલગ તારીખોએ કુલ રૂા.૪,૪૮,૦૦૦ પોતાના બેકે ખાતામાં નંખાવી મહીલા સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરતાં આ મામલે પોલીસમાં ફરીયાદ નોધાવા પામી છે.

ઝાલોદ નગરના ફતેપુરા રોડ, માંડલી ફળીયામાં રહેતાં ૪૦ વર્ષીય રાબીયા ઈબ્રાહીમ ઈસ્માઈલ ડોકીલા મુસ્લીમ ને અખીલેશ યાદવ નામક વ્યકિતનો મોબાઈલ પર ફોન આવ્યો હતો અને રાબીયાઓને જીઓ સીમ નંબર પર રૂપિયાય ૩પ લાખની લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું.

આ બાદ અખીલેશ યાદવ નામક વ્યકિતની સાથે અન્ય સંજીતકુમાર દિલીપકુમાર, એમ.ડી. અબબુકર અને કમલેશકુમાર દ્વારા રાબીયાબેનને વિશ્વાસમાં લઈ તેઓના વોટસએપ નંબર પર બેકની વીડીયો કલીપ મોકલી, ફોટા મોકલી રાબીયાબેન પાસેથી આ પાંચેય જણાએ એકબીજાના મેળાપીપળામાં તારીખ ૧૭.પ.ર૦ર૧ થી તારીખ રપ-પ-ર૦ર૧ના સમયગાળા દરમ્યાન અલગ અલગ સમયે કુલ રૂા.૪,૪૮,૦૦૦ બેક ખાતામાં ભરાવી ઈનામની રકમ નહી આપી

આખરે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં રાબીયા ઈબ્રાહીમ ઈસ્માઈલ ડોકીલા મુસ્લીમ દ્વારા ઉપરોકત પાંચેય ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.